Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ક્રૂડતેલના ભાવ 55થી 65 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં જ ટ્રેન્ડ કરશે:અમેરિકન સપ્લાઈ વધશે

ઓપેક દેશની કપ મુકવાની વાત :વેનેઝુએલામાં કટોકટી યથાવત

નવી દિલ્હી :નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં ક્રૂડ ઓઈલના ભાવ પપથી ૬પ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થયા કરશે તેમ નિષ્ણતો માને છે જાણકારોના માનવા મુજબ અમેરિકા દ્વારા સપ્લાયમાં વધારો થવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 55 થી 65 ડોલર પ્રતિ બેરલ વચ્ચે અથડાયા કરશે

 ઓપેક દેશોએ ઉત્પાદનમાં કાપ મુકવાની જાહેરાત કરી છે.જોકે વેનેઝુએલામાં કટોકટીની સ્થિતિ યથાવત્ છે બીજી તરફ ઈરાન ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  આ રેન્જની બહાર ક્રૂડ ઓઈલના ભાવ ત્યારે જ જશે જ્યારે જંગી પ્રમાણ ઈન્વેન્ટરી ઉભી કરવામાં આવે અથવા તેમાં ઘટાડો કરવામાં આવશે. ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા નવા નિયમો રજુ કરવામાં આવ્યા છે

 દરમિયાન ડિઝલ જેવા ઉત્પાદનોના ક્રેક સ્પ્રેડ વધારવાની શક્યતા છે અને ભારે સલ્ફર બળતર તેલનો ફેલાવો ઘટાડે છે. ભારતીય રિફાઈનરો ડિઝલ ક્રેક સ્પેડથી લાભ મળી રહ્યો છે જે કુલ પ્રોડક્ટ્સમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.

(2:21 pm IST)