Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

યમુના નદીમાં પ્રદૂષણ-અમોનિયાનું સ્તર વધ્યું : હાઇકોર્ટે હરિયાણા સરકાર પાસે માંગ્યો જવાબ

ફેક્ટરીઓથી નિકળતા ગંદા પાણી સીધા યમુનામાં ઠાલવતા દિલ્હીવાસીઓને તકલીફ

નવી દિલ્હીઃ યમુના નદીમાં પ્રદૂષણના વધતા સ્તરને કારણે હરિયાણા સરકાર પાસેથી 4 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે હરિયાણા સરકારને યમુના નદીમાં અમોનિયાનું સ્તર વધવા પાછળનું કારણ પૂછી વિસ્તારથી જવાબ આપવા કહ્યું છે

 દિલ્હી હાઈકોર્ટ આ મામલામાં આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ કરશે. દિલ્હી જળ બોર્ડનો આરોપ છે કે ફેક્ટરીઓથી નિકળતા ગંદા પાણી સીધા યમુનામાં ભળી રહ્યાં છે અને તેને કારણે દિલ્હીવાસીઓએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

  બીજીતરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પણ યમુના નદીમાં વધી રહેલ પ્રદૂષણને લઈ નારાજગી વ્યક્ત કરતા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશને 10-10 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યુ્ં છે. જેના માટે એજીટીએ ત્રણેય રાજ્યોને એક મહિનાનો સમય આપ્યો છે. 

  દિલ્હી સરકાર મુજબ નદીનું પાણી ભારે પ્રદૂષિત છે, જેના કારણે તેમણે 30 ટકા જેટલી ફેક્ટરીમાં પ્રોડક્શન પર રોક લગાવી દીધી છે. યમુનામાં વધી રહેલ પ્રદૂષણના સ્તરને જોતા દિલ્હી સરકારે હરિયાણાને આના માટે જવાબદાર ઠેરવ્યું છે. વર્તમાન સમયમાં યમુનામાં એમોનિયાનું લેવલ 02.2 પાર્ટ્સ પર મિલિયન (PPM) છે. યમુનામાં અમોનિયાનું સ્તર વધતાં દિલ્હીના ઘરોને સ્વચ્છ પાણી નથી મળી શકતું.

 જ્યારે એનજીટી ચેપર્સન જસ્ટિશ આદેશ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળઈ પીઠે રાજ્ય સરકારોને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે ભવિષ્યમાં આવી લાપરવાહી ન થવા માટે ગેરંટી આપવાનો નિર્દેશ આફ્યો છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે આ સંબંધમાં આગળ કોઈપણ પ્રકાની ચૂક ન થાય. ટ્રિબ્યૂનલે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવને પણ ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ પણ તેનું અનુપાલન નહિ કરે તો તેઓ સ્વયં આના માટે વ્યક્તિગત રૂપે ઉત્તરદાયી રહેશે.

 

(12:16 pm IST)