Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્ત રાજદૂત શ્રી હર્ષ વી.શ્રીંગલાનું ભાવભર્યું સ્વાગત : ડેમોક્રટ તથા રિપબ્લિક કોંગ્રેસમેન માર્ક વોર્નર તથા જ્હોન કોર્નિનએ ભારત તથા અમેરિકા વચ્ચેના સબંધો વધુ દ્રઢ બનવાની આશા વ્યક્ત કરી

વોશિંગટન : અમેરિકા ખાતે નિમાયેલા ભારતના રાજદૂત શ્રી હર્ષ વી.શ્રીંગલાનું ડેમોક્રટ તથા રિપબ્લિક કોંગ્રેસમેન માર્ક વોર્નર તથા જ્હોન કોર્નિનએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું તથા જણાવ્યું હતું કે ભારત અમેરિકાનું બહુ નજીકનું સાથીદાર છે.તેમજ ભારત સાથેના સબંધો દિનપ્રતિદિન વધુ દ્રઢ બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી

(12:04 pm IST)