Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

DHFLનું ૩૧૦૦૦ કરોડનું કૌભાંડ

વિજય માલ્યા અને નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડઃ કોબરાપોસ્ટનો ધડાકો : DHFLના પ્રમોટરોએ નકલી કંપનીઓ થકી રૂ. ૩૧૦૦૦ કરોડની છેતરપીંડી કરી : કંપનીનું નેટવર્થ રૂ. ૮૭૯૫ કરોડ : લોન લીધી છે રૂ. ૯૬૦૦૦ કરોડ

નવી દિલ્હી તા. ૩૦ : વેબ પોર્ટલ 'કોબરાપોસ્ટે' દાવો કર્યો છે કે, વિજય માલ્યા અને નીરવ મોદી કરતા પણ મોટું DHFL કૌભાંડ છે. કોબરાપોસ્ટે દાવો કર્યો છે કે, DHFLના પ્રમોટરોએ નકલી કંપનીઓ થકી રૂ. ૩૧૦૦૦ કરોડની છેતરપીંડી કરી છે. કંપનીનું નેટવર્થ માત્ર ૮૭૯૫ કરોડ છે. જ્યારે ૯૬૦૦૦ કરોડનું દેણું કર્યું છે. રિપોર્ટ મુજબ કંપનીએ ભાજપને ૨૦ કરોડનું દાન પણ આપ્યું છે.

દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) રૂપિયા ૩૧,૦૦૦ કરોડનાં કૌભાંડમાં સંડોવાયેલી હોવાના કોબરાપોસ્ટના અહેવાલો બાદ રોકાણકારોએ પલાયન કરતાં ડીએચએફએલના શેરોમાં ૮ ટકાનો કડાકો બોલી ગયો હતો. ન્યૂઝ વેબસાઇટ કોબરા પોસ્ટ દ્વારા દાવો કરાયો હતો કે, સરકારી સત્તામંડળો પાસે ઉપલબ્ધ જાહેર રેકોર્ડ અને પબ્લિક ડોમેઇનમાં રહેલી માહિતીની ચકાસણી કરતાં જણાવ્યું છે કે, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા રૂપિયા ૩૧,૦૦૦ કરોડનું સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું છે. કૌભાંડમાં ડીએચએફએલના પ્રાઇમરી સ્ટોક હોલ્ડર કપિલ વાધવાન, અરૂણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી બનાવટી કંપનીઓમાં તેમના સહયોગીઓ અને પ્રોકસીઓ દ્વારા સિકયોર્ડ અને અનસિકયોર્ડ લોનની મસમોટી રકમો વહેંચી દેવાઈ હતી અને બદલામાં વાધવાનો દ્વારા નિયંત્રિત કંપનીઓમાં આ નાણાં સરકાવી દેવાયાં હતાં. આ નાણાંનો ઉપયોગ ભારત અને બ્રિટન, દુબઈ, શ્રીલંકા અને મોરિશિયસ જેવા વિદેશોમાં શેર, ઇકિવટી અને અન્ય ખાનગી સંપત્તિઓ ખરીદવામાં કરાયો હતો. આ કૌભાંડના કારણે ભારતની નાણાકીય સિસ્ટમ પર વ્યાપક અસર થવાની સંભાવના છે.

સામાન્ય રીતે કંપનીઓને લોન અપાય છે ત્યારે ન કેવળ તેમની સંપત્તિઓ મોર્ટગેજ કરાય છે પરંતુ કંપનીના પ્રમોટર્સની પર્સનલ ગેરંટી પણ લેવાય છે. ડીએચએલએફે શેલ કંપનીઓને મોર્ટગેજ કરીને ડીએચએફએલે સુનિશ્ચિત કરી દીધું છે કે, તેને અપાયેલી લોન વસૂલી શકાય નહીં કારણ કે, શેલ કંપનીઓ અને તેના ડિરેકટરોની કોઈ સંપત્ત્િ। જ નથી. તેથી વાધવાન અને તેમના સહયોગીઓની ખાનગી સંપત્તિઓ દ્વારા આ લોનોની વસુલાત થઈ શકે તેમ નથી. બેન્ક્રપ્સી એકટ અંતર્ગત પણ કાર્યવાહી શકય નથી.

કોબરાપોસ્ટે આરોપ મૂકયો છે કે, આટલા મોટા કૌભાંડ અટકાવવાની જવાબદારી જેમના પર છે તે ભારતીય રિઝર્વ બેન્ક, સેબી અને નાણામંત્રાલયની પણ નજર પડી નથી. તે ઉપરાંત બેન્કો, ઓડિટિંગ એજન્સીઓ અને આવકવેરા વિભાગે પણ જવાબદારી નિભાવી નથી. આ કૌભાંડમાં પણ એસબીઆઈ, પીએનબી, એકિસસ અને ICICI બેન્કની ગંભીર લાપરવાહી બહાર આવી છે.

ડીએચએફએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડીએચએફએલ એક રજિસ્ટર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. તેને નેશનલ હાઉસિંગ બેન્ક, સેબી અને અન્ય નિયંત્રકો દ્વારા નિયંત્રિત કરાય છે. કંપનીની પ્રતિષ્ઠા ખરડવા અને શેરોની કિંમતને નુકસાન પહોંચાડવાના બદઇરાદા સાથે કોબરાપોસ્ટ દ્વારા આ દુઃસાહસ કરાયું છે. કોબરાપોસ્ટ દ્વારા મંગળવારે સવારે જ અમને આ અંગે ૬૪ સવાલોની યાદી મોકલી અપાઈ હતી. જો તેનો બદઇરાદો નહોતો તો તેણે સંશોધન દરમિયાન સવાલ મોકલી આપવા જોઈતા હતા.

કોબરાપોસ્ટે દાવો કર્યો છે કે, ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજયની સંખ્યાબંધ કંપનીઓને રૂપિયા ૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું.(૨૧.૯)

DHFL નેટવર્થ                          :       રૂ. ૮,૭૯૫ કરોડ

લીધેલી લોન                            :       રૂ. ૯૬,૮૮૦ કરોડ

સુરક્ષિત  એનસીડી                      :       રૂ. ૨૮,૮૧૯  કરોડ

અસુરક્ષિત  એનસીડી                    :       રૂ. ૨,૪૯૨  કરોડ

બેન્કસ                                  :       રૂ. ૩૬,૯૬૩  કરોડ

બહારનું વ્યવસાયિક લેણું  (ઈસીબી)     :       રૂ. ૨,૯૬૫  કરોડ

નેશનલ હાઉસિંગ બોર્ડ  (એનએચબી)   :       રૂ. ૨,૮૪૮  કરોડ

લોકોની જમા રકમ  (પીડી)             :       રૂ. ૯,૨૨૫  કરોડ

અન્ય                                   :       રૂ. ૧૩,૫૬૭ કરોડ

DHFL કંપનીની મોડસ ઓપરેન્ડી

.   ડીએચએફએલના માલિકોએ ડઝનો બનાવટી કંપનીઓ બનાવી, જૂથોમાં વહેંચી દીધી, કેટલીક કંપનીઓના તો સરનામા પણ એક જ છે અને તેમનું સંચાલન ડિરેકટરોના એક જ જૂથ દ્વારા થાય છે.

.   કૌભાંડ સંતાડવા માટે કંપનીઓનું ઓડિટ ઓડિટરોના એક જ જૂથ પાસે કરાવાયું

.   કોઈપણ પ્રકારની સિકયુરિટી વિના બનાવટી કંપનીઓને હજારો કરોડ લોનમાં આપી દેવાયાં, આ નાણાં દ્વારા દેશ અને વિદેશમાં સંપત્ત્િ।ની ખરીદી કરાઈ હતી

.   સ્લમ ડેવલપમેન્ટના નામે બનાવટી કંપનીઓને કોઈપણ જરૂરી પ્રક્રિયા વિના હજારો કરોડ રૂપિયાની લોન અપાઈ

.   લોનની રકમ એક જ હપ્તામાં જારી કરી દેવામાં આવી, સામાન્ય રીતે લોનની રકમ પ્રોજેકટની પ્રગતિના આધારે જારી કરાતી હોય છે

.   લોન મેળવનારી મોટાભાગની શેલ કંપનીઓએ તેમનસ્ટેટમેન્ટમાં ડીએચએફએલ દ્વારા મળેલી લોનનો ઉલ્લેખ જ ન કર્યો

.   કંપનીના માલિકોએ ઇન્સાઇડર ટ્રેડિંગ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી

.   ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં દ્વારા શ્રીલંકા પ્રીમિયર લીગની ક્રિકેટ ટીમ વાયામ્બા ખરીદી, વિદેશી કંપનીઓને પોતાના શેર વેચ્યા

.       કંપનીના પ્રમોટરોએ સેંકડો કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનો આરોપ

(10:31 am IST)