Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અયોધ્યા મામલે પક્ષકારનું નિવેદન :જે ભૂમિ વિવાદી નથી તે જમીન હિંદુઓને આપવા તૈયાર

કેન્દ્ર સરકાર અયોધ્યા જન્મભૂમિ મામલે માત્ર રાજનીતિ કરી રહી છે :67 એકર જમીનમાં કેટલીક કબ્રસ્તાન અને કેટલીક ખેતીલાયક છે

 

અયોધ્યામાં બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અંસારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જે ભૂમિ વિવાદિત નથી તેને મુસ્લિમ પક્ષકાર હિંદુઓને આપવા તૈયાર છે. 2.77 એકર જમીન વિવાદિત છે. કેન્દ્ર સરકાર અયોધ્યા જન્મભૂમિ મામલે માત્ર રાજનીતિ કરી રહી છે

  . ઈકબાલ અંસારીએ જણાવ્યું કે, અયોધ્યામાં 67 એકર જમીન છે. જેમાંથી કેટલીક જમીન પર કબ્રસ્તાન અને કેટલીક જમીન ખેતીલાયક છે. કોર્ટે વિવાદિત જમીનને બાદ કરીને બાકીની જમીન હિંદુપક્ષકારોને આપી શકે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી વિવાદિત જમીન છોડીને તમામ જમીન પરત કરવાની માગ કરી છે. જે બાદ કેટલાક હિંદુ સગઠનોએ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનું સ્વાગત કર્યુ છે.

(12:00 am IST)