Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગરીબોને ન્યૂનત્તમ આવક આપવાની ગેરેન્ટી :રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજસ્થાન સરકારે કરી તૈયારી

બજેટસત્ર પહેલા જ રાહુલ ગાંધીએ ચેલેન્જ આપતા રાજસ્થાન સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હી :બજેટ-સત્ર-2019-2020ના પહેલાં રાહુલ ગાંધીએ મોદી અને ભાજપને ફરીથી ચેલેન્જ આપી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પછી કેન્દ્રમાં સરકાર આવવાથી ગરીબોને આપશે ન્યૂનત્તમ આવકની ગેરંટી. રાહુલ ગાંધીએ આ નિવેદન એવા સમયમાં આપ્યું છે કે જયારે સરકાર અંતરિમ બજેટના સ્થાન પર પૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધી આ નિવેદન રાજસ્થાન સરકારે તો રાહુલ ગાંધીના આ નિવેદન પર ગરીબોને ન્યૂનત્તમ આવક આપવાની તૈયારી કરવાની શરૂ કરી દીધી છે. જેને પગલે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીએ ભારે રસપ્રદ રહે તેવી સંભાવના વધુ છે.

(11:42 pm IST)