Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગલ્ફ રાષ્ટ્રોમાં વસતા ભારતના તેલંગણાના સેંકડો વતનીઓ દર વર્ષે અકાળે મૃત્યુ પામે છેઃ નાણાંભીડ, હાર્ટએટેક, કામના સ્થળ ઉપર અકસ્માત, સહિતના કારણોસર છેલ્લા ૪ વર્ષમાં ૨૮૫૨૩ ભારતીયો મોતને ભેટયા

નિઝામાબાદઃ ગલ્ફ દેશોમાં રોજી રોટી રમવા જતા ભારતના તેલંગણાના સેંકડો વતનીઓની જીંદગી અકાળે પૂરી થઇ જાય છે. કાં તો તેઓ નાણાંના અભાળે આત્મહત્યા કરે છે અથવા કામના સ્થળ ઉપર અકસ્માતે મૃત્યુ પામે છે. અથવા હાર્ટએટેકનો ભોગ બને છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪ વર્ષમાં અખાતી દેશોમાં કામ મેળવવા માટે ગયેલા ભારતીયો પૈકી ૨૮૫૨૩ નાગરિકો અકાળે મૃત્યુ પામ્યા છે. જેમાં મુખ્યત્વે ઉત્તરપ્રદે, બિહાર, વેસ્ટ બંગાળ, રાજસ્થાન, પંજાબ, તેલંગણા તથા આંધ્રપ્રદેશના વતનીઓનો સમાવેશ થાય છે.

(9:17 pm IST)