Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષામાં યોજાયા અનોખા લગ્ન : વરરાજા છ કી,મી પગપાળા ચાલીને મંડપમાં પહોંચ્યો

જાન હિમવર્ષામાં ફસાતા સમયસર પહોંચવા વરરાજા સહીત 25 લોકો ટ્રેકિંગ કરતા લગ્નમાં આવ્યા

ઉતરા ખંડમાં ભારે હિમવર્ષામાં અનોખા લગ્ન યોજાયા હતા ભારે હિમવર્ષા દરમિયાન એક ફોજી વરરાજા 6 કિ.મી. ચાલીને પોતાના લગ્નના મંડપમાં પહોંચ્યો હતો.ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ જામ થતા વરરાજા સહિત 25 લોકો ભારે હિમવર્ષા દરમિયાન ટ્રેકિંગ કરતા લગ્ન કરવા આવ્યા હતા .

  ફોજી રજનીશ કુર્માચલીની જાન શુક્રવારે મક્કુ મઠ માટે ત્રિયુગીનારાયણ ગામમાંથી કાઢવામાં આવી હતી. જેમાં 80 લોકો સામેલ હતા. પરંતુ હિમવર્ષાને કારણે રસ્તાઓ જામ થઇ ગયા અને આ જામમાં જાન ફસાઈ ગઈ હતી જોકે લગ્નની વિધિઓ નક્કી કરેલા સમય પર કરવા માટે ભારે હિમવર્ષા દરમિયાન વરરાજા સહિત 25 લોકોએ પગપાળા યાત્રા શરુ કરી હતી

 જાનૈયાઓમાં ફક્ત પરિવારના તે લોકો સામેલ હતા જેમને અનુષ્ઠાન અને લગ્નની વિધિઓમાં પહોંચવું જરૂરી હતું. આ જાનમાં ભલે બેન્ડબાજા ન હતું પરંતુ જાનૈયાઓ માટે તે એક સુખદ પળ કરતાં પણ ઓછું ન હતું.

(9:04 pm IST)