Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

4થી ફેબ્રુઆરીએ બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના મર્જર વિરુદ્ધ કર્મચારીઓ કરશે પ્રદર્શન

નવી દિલ્હીઃ બેડ લોનને કારણે ભારે એનડીપીથી તકલીફમાં ફસાયેલ બેંકોના મર્જર તરફ પગલું ભરી રહેલ કેન્દ્ર સરકારે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના મર્જરને મંજૂરી આપી દીધી છે. સરકારે આ ત્રણેય બેંકોના મર્જરને મંજૂરી આપી પરંતુ દેશભરના બેંક કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ સંઘ 4 ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન કરશે. ત્રણેય બેંકોના મર્જરની સાથે સેલરી વધારાની માંગને લઈને AIBOC 4 ફેબ્રુઆરીથી પ્રદર્શન કરશે.

 

   એએનઆઈ મુજબ અખિલ ભારતીય બેંક અધિકારીઓના સંગઠને ત્રણેય બેંકોના મર્જરની સાથોસાથ કેટલીય માંગોને લઈ 4 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. 4 ફેબ્રુઆરીએ પોતાની માંગોને લઈને આ વિરોધ પ્રદર્શન થશે. તેમની મુખ્ય માંગમાં પબ્લિક સેક્ટરની ત્રણ મોટી બેંકો જેમાં બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરનો વિરોધ અને વેતન સંશોધન સામેલ છે. જ્યારે આ બેંક કર્મચારીઓ નેશનલ પેંશન સ્કીમને ખતમ કરવા અને જૂની પેંશન સ્કીમને લાગુ કરવાની સાથે અઠવાડિયામાં પાંચ દિવસ જ કામ કરવાની માંગણી કરી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયને મંજૂરી આપી દીધી છે. આ મર્જરથી બનેલ બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે.

(12:00 am IST)