Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

પીયૂષ જૈનના બીજા ઘરની દીવાલોમાંથી પણ મળ્યા રૂપિયા

કાનપુર અને કન્નોજના ઘરમાંથી કુલ રૂ. ૨૮૦ કરોડ રોકડાઃ ૧૨૫ કિલો સોનું અને અબજોની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે

કાનપુર, તા.૨૯: કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના કાનપુરની મિલકતો બાદ હવે કન્નૌજમાં ઘરમાંથી ઝડપાયેલી રકમની ગણતરી ચાલી રહી છે. GST ઈન્ટેલિજન્સ ટીમને કાનપુરના દ્યરમાં ૧૭૭ કરોડ રૂપિયા મળ્યા હતા. હવે કન્નૌજના ઘરની દિવાલો પણ સોનાની છે, જયારે જમીન પર નોટોના ઢગલા છે. ઘરમાં બોરીઓમાં અનાજને બદલે નોટો ભરવામાં આવી રહી છે, જયાં ટીમે અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર GST ઈન્ટેલિજન્સ અને ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ (IT Raid)ના અધિકારીઓ સહિત ૩૬ લોકો પિયુષ જૈનના ઘરની અંદર તપાસ કરી રહ્યા છે. તેના કાનપુર અને કન્નોજના દ્યરમાંથી કુલ રૂ. ૨૮૦ કરોડ રોકડા, ૧૨૫ કિલો સોનું અને અબજોની સંપત્ત્િ।ના દસ્તાવેજો મળી આવ્યા છે. ઘરમાં નોટ ગણવાનું મશીન પણ છે. આ ઉપરાંત અહીંથી ચંદન તેલના નવ ડ્રમ પણ મળી આવ્યા છે, જેની કિંમત પણ કરોડોમાં જણાવવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આ અંગે તપાસ ટીમ દ્વારા સત્ત્।ાવાર માહિતી આપવામાં આવી નથી.

તે જ સમયે, આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ૧૫ કબાટ અને ૨૦ તાળા તોડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કનૌજના છિપ્પટ્ટીમાં પીયૂષ જૈનના ઘરેથી રવિવાર સાંજ સુધી ૧૨૫ કિલો સોનું મળી આવ્યું હતું.

આ સાથે જ નવ બોરીઓમાં રોકડ મળી આવી છે, જયારે ૫૦ થી વધુ બેગમાંથી ૩૫૦ ફાઈલો અને ૨૭૦૦ દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં પ્રોપર્ટીના કાગળો પણ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કાનપુરમાં ચાર, કન્નૌજમાં સાત, મુંબઈમાં બે, દિલ્હીમાં એક અને દુબઈમાં બે પ્રોપર્ટી સામે આવી છે. આમાંની લગભગ તમામ મિલકતો અત્યંત પોશ વિસ્તારોમાં ખરીદવામાં આવી છે.

(3:08 pm IST)