Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ઇમરાનના રાજમાં પાકિસ્તાની રૂપિયો ઉંધામાથેઃ ૧ ડોલરની વેલ્યુ ૧૭૭ પર પહોંચી

છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં ૩૦.૫ ટકાનો ઘટાડો થયો છે

ઇસ્લામાબાદ,તા.૨૯: પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ ૨૦૨૧માં વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સીમાં છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી આશરે ૧૨ ટકા અને મેના મધ્યમાં ૧૫૨.૫૦ ડોલરના નિચલા સ્તર પર ૧૭ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૧ના અંત સુધી પાકિસ્તાન સરકારે ઇકોનોમીને સ્થિત કરવા માટે એકવાર ફરી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નો દરવાજો ખખડાવવો પડ્યો છે. ડોને જણાવ્યુ કે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને રૂપિયો સ્થિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે. ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (IMF) એ અમેરિકી કરન્સીના આઉટફ્લોને પ્રતિબંધિત કરવા અને તેની માંગને ઓછી કરવા માટે જમાખોરો અને તસ્કરો પર સતત કાર્યવાહી કરી રહી છે.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની હાલની સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં ૩૦.૫ ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઓગસ્ટ ૨૦૧૮માં ડોલરના મુકાબલે ૧૨૩ રૂપિયાથી ઘટીને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૭૭ રૂપિયો થઈ ગયો છે. છેલ્લા ૪૦ મહિનામાં તે ૩૦.૫ ટકાનો ઘટાડો થયો છે. આ  તેને દેશના ઈતિહાસમાં કરન્સીના હાઈ ડીવેલ્યૂએશનમાંથી એક બનાવે છે.

આ પહેલા પાકિસ્તાનની કરન્સીનું આટલું વધુ અવમૂલ્યન આશરે ૫૦ વર્ષ પહેલા થયું હતું જયારે પશ્ચિમી પાકિસ્તાન આઝાદ બાંગ્લાદેશ બન્યું હતું. તે સમયે અમેરિકી ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયો ૫૮ ટકા ઘટીને ૪.૬ રૂપિયાથી ૧૧.૧ રૂપિયો થઈ ગયો હતો.

પાકિસ્તાનની કરન્સીની સ્થિતિને લઈને પાકિસ્તાનના પૂર્વ આર્થિક સલાહકાર ડોકટર અશફાક હસન ખાને કહ્યુ છે કે આર્થિક નીતિ નિર્માણ સંપૂર્ણ રીતે પડી ભાગ્યું છે કારણ કે દેશની રાજકોષીય ફિસિકલ પોલિસી અને એકસચેન્જ રેટ નીતિઓને અધીન થઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું કે, પબ્લિક ડેબ્ટ, ડેબ્ટ સર્વિસ, વગેરેને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

(10:19 am IST)