Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભાજપને મજબુત બનાવવા કેશુભાઇ પટેલની પાયારૂપ ભૂમિકા રહી હતી

પુર્વ મુખ્યમંત્રીનું નિધન થતા શ્રદ્ધાંજલી પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ર૯: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના જૂની પેઢીના અગ્રીમ રાજનેતા કેશુભાઇ પટેલનું નિધન થતા રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમારએ ઉંડા શોકની લાગણી સાથે સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કેશુભાઇ પટેલના નિધનથી માત્ર રાજકીય જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ કદી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે, તેમ જણાવી મેયરે વધુમાં કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં ભાજપનો સુર્ય મધ્યાહને ઝળહળી રહ્યો છે પરંતુ શરૂઆતના સમયમાં ગુજરાતમાં જનસંઘના સમયથી જ કાર્યરત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને પણ મજબુત બનાવવામાં કેશુભાઇ પટેલની પાયારૂપ ભૂમિકા રહી હતી.

વિશેષમાં, ગુજરાતમાં બે વખત મુખ્યમંત્રી તરીકે રહી સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજયના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલા સ્વ. શ્રી કેશુભાઇ પટેલ દેશના બાર જયોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપી ચુકયા છે. અહીં એ પણ યાદ અપાવીએ કે, સ્વ. શ્રી કેશુભાઇ રાજકોટમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ નગરસેવક તરીકે રહી ચુકયા છે.

કેશુભાઇના દુઃખદ નિધનથી રાજયને ખુબ મોટી ખોટ પડી છે અને પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

(3:24 pm IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST