Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગોરખપુરમાં ઢગલાબંધ ચામાચીડીયાના મોત

ગ્રામિણોમાં ફેલાઇ દહેશત ભારે ફફડાટ-ભયઃ અધિકારીઓ કહે છે ગરમીના કારણે મરે છે ચામાચીડીયા

ગોરખપુરઃ કોરોના મહામારી વચ્ચે ગોરખપુર અને બલિયાના ગામોમાં ગજબની દહેશત ફેલાઇ છે. ચારેબાજુ બસ એક જ ચર્ચા છે કે  દરેક ગામોમાં સેંકડો ચામાચીડીયા ના મોત કેમ થયા? છેલ્લા બે ત્રણ દિવસથી દરેક બગીચા અને દરેક દરવાજા પર મરેલા ચામાચીડીયા  મળી રહ્યા છે. ગ્રામજનો તેને અડવાથી પણ ડરી રહ્યા છે.તેમને ડર છે કે ચીનના વુહાન શહેરની જેમ ચામાચીડીયા સાથે જોડાયેલી કોઇ બિમારી તો નથી આવી પડી

જો કે પ્રશાસનનું કહેવુ છે કે ચામાચીડીયાઓના અચાનક થઇ રહેલા મોતનું કારણ અહી પડી રહેલી જોરદાર ગરમી છે. હીટ સ્ટ્રોકના કારણે આટલી મોટી સંખ્યામાં ચામાચીડીયાઓના મોત થયા છે. જો કે મોતના સાચા કારણની તપાસ માટે ચામાચીડીયાના  શબના સેમ્પલ બરેલીની ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં મોકલાયા છે. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(12:58 pm IST)
  • વડોદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ : રાત્રે ધીમીધારે વરસાદ : ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ : ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી access_time 10:33 pm IST

  • અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું દબાણ મુંબઇ અને દક્ષિણ ગુજરાતની નજીક આવી ગયું છે, વરસાદી વાદળાં આવવા લાગ્યા છે. જેના લીધે ચોમાસુ કરન્ટ 3 રાજ્યોમાં નજીક આવી પહોંચશે. જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં જોરદાર વરસાદ, 2 અને 4 જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદ પડશે : હવામાન ખાતું access_time 10:19 pm IST

  • પોરબંદર દરિયામાં કરંટ : બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું : અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવ્યું : માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ access_time 11:45 pm IST