મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ગોરખપુરમાં ઢગલાબંધ ચામાચીડીયાના મોત

ગ્રામિણોમાં ફેલાઇ દહેશત ભારે ફફડાટ-ભયઃ અધિકારીઓ કહે છે ગરમીના કારણે મરે છે ચામાચીડીયા

ગોરખપુરઃ કોરોના મહામારી વચ્ચે ગોરખપુર અને બલિયાના ગામોમાં ગજબની દહેશત ફેલાઇ છે. ચારેબાજુ બસ એક જ ચર્ચા છે કે  દરેક ગામોમાં સેંકડો ચામાચીડીયા ના મોત કેમ થયા? છેલ્લા બે ત્રણ દિવસથી દરેક બગીચા અને દરેક દરવાજા પર મરેલા ચામાચીડીયા  મળી રહ્યા છે. ગ્રામજનો તેને અડવાથી પણ ડરી રહ્યા છે.તેમને ડર છે કે ચીનના વુહાન શહેરની જેમ ચામાચીડીયા સાથે જોડાયેલી કોઇ બિમારી તો નથી આવી પડી

જો કે પ્રશાસનનું કહેવુ છે કે ચામાચીડીયાઓના અચાનક થઇ રહેલા મોતનું કારણ અહી પડી રહેલી જોરદાર ગરમી છે. હીટ સ્ટ્રોકના કારણે આટલી મોટી સંખ્યામાં ચામાચીડીયાઓના મોત થયા છે. જો કે મોતના સાચા કારણની તપાસ માટે ચામાચીડીયાના  શબના સેમ્પલ બરેલીની ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં મોકલાયા છે. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(12:58 pm IST)