Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઘણા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ દિલ્‍હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બન્‍યુઃ ઠંડી હવા લહેરાવવા લાગીઃ પ્રિ મોનસુન એક્‍ટિવીટી શરૂ

નવી દિલ્હી: ઘણા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આજે સવારે ગુરૂવારે દિલ્હી-એનસીઆરમાં હવામાન રોમેન્ટિક થઇ ગયું હતું. ઠંડી હવા લહેરાવવા લાગી હતી. તેના લીધે હવે હવાની દિશા બદલાઇ ચૂકી છે અને દક્ષિણ પૂર્વી હવા ચાલે છે, જેમાં ભેજ પણ છે. જેના લીધે વરસાદની સંભાવના વધી ગઇ છે અને પ્રી મોનસુન એક્ટિવિટી એક દિવસ પહેલાં જ શરૂ થઇ ગઇ છે.

હવામાન વિભાગનો અંદાજો હતો કે 29-30 મેના રોજ ધૂળની આવશે અને આ સાથે જ વરસાદ થશે. પરંતુ હવામાને પહેલાં જ કરવટ લઇ લીધી છે અને આજથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. આજે સાંજ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે. પારો ઓછામાં ઓછો 2 ડિગ્રી સુધી નીચે જશે એટલે કે આજે દિલ્હી-એનસીઆરમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનના પ્રથમ સપ્તાહ સુધી તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ગરમીમાંથી રાહત મળતી રહેશે. હવે હીટ વેવ જેવી કંડીશન નહી રહે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ વરસાદની સંભાવના વ્યકત કરી હતી.

(5:08 pm IST)
  • વંથલીમાં ડબલ મર્ડરની ઘટના :પેટ્રોલ પંપ પાસેથી યુવક-યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી: યુવક યુવતીએ ચાર મહિના પહેલ જ પ્રેમલગ્ન કર્યા હતા : ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી: વધુ તપાસ હાથ ધરી છે access_time 7:28 pm IST

  • એપ્રિલમાં જીએસટી કલેકશન તળીયે? : એપ્રિલ મહિનામાં કોરોનાનો કાળમુખો પડછાયો જીએસટીના કલેકશન ઉપર ફેલાયાનું અને જીએસટી કલેકશનને મોટો ફટકો પડ્યાનુ જાણવા મળે છે : જીએસટી અમલમાં આવ્યા પછી આ મહિનાનું કલેકશન તળીયે પહોંચ્યાનું મનાય છે access_time 3:50 pm IST

  • તીડનું આક્રમણ મહારાષ્ટ્રમાં પહોંચ્યુ : નાગપુર, અમરાવતી અને વરધા સહિતના વિસ્તારોમાં તીડ દેખાયા : પાકિસ્તાનમાંથી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તીડના આક્રમણ પછી હવે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં નાગપુર, અમરાવતી અને વરધાના અનેક વિસ્તારોમાં તીડ જોવા મળ્યાનું જાણવા મળે છે : મુંબઈ લાઈવના અહેવાલ પ્રમાણે તીડ ઉપર દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે : મોટાભાગે તીડ રાત્રે આક્રમણ કરતુ હોય છે : કેટલાક તીડ મુંબઈના પરાઓમાં પણ જોવા મળ્યાનું ચર્ચાય છે : અત્યાર સુધીમાં દેશના ૫ રાજયોમાં તીડે આક્રમણ કર્યુ છે access_time 4:55 pm IST