મુખ્ય સમાચાર
News of Thursday, 28th May 2020

ઘણા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ દિલ્‍હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બન્‍યુઃ ઠંડી હવા લહેરાવવા લાગીઃ પ્રિ મોનસુન એક્‍ટિવીટી શરૂ

નવી દિલ્હી: ઘણા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આજે સવારે ગુરૂવારે દિલ્હી-એનસીઆરમાં હવામાન રોમેન્ટિક થઇ ગયું હતું. ઠંડી હવા લહેરાવવા લાગી હતી. તેના લીધે હવે હવાની દિશા બદલાઇ ચૂકી છે અને દક્ષિણ પૂર્વી હવા ચાલે છે, જેમાં ભેજ પણ છે. જેના લીધે વરસાદની સંભાવના વધી ગઇ છે અને પ્રી મોનસુન એક્ટિવિટી એક દિવસ પહેલાં જ શરૂ થઇ ગઇ છે.

હવામાન વિભાગનો અંદાજો હતો કે 29-30 મેના રોજ ધૂળની આવશે અને આ સાથે જ વરસાદ થશે. પરંતુ હવામાને પહેલાં જ કરવટ લઇ લીધી છે અને આજથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. આજે સાંજ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે. પારો ઓછામાં ઓછો 2 ડિગ્રી સુધી નીચે જશે એટલે કે આજે દિલ્હી-એનસીઆરમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનના પ્રથમ સપ્તાહ સુધી તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ગરમીમાંથી રાહત મળતી રહેશે. હવે હીટ વેવ જેવી કંડીશન નહી રહે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ વરસાદની સંભાવના વ્યકત કરી હતી.

(5:08 pm IST)