Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઉમેશ પાલ અપહરણ કેસમાં ગેંગસ્‍ટર અતિક અહમદ દોષિત જાહેર : કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

જૈસી કરની વૈસી ભરની : ભાઇ અશરફ સહિત ૭ નિર્દોષ છુટયા : અતિક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કારાવાસ

પ્રયાગરાજ તા. ૨૮ : ૧૭ વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં ગેંગસ્‍ટર અતિક અહમદ સહિત ત્રણ આરોપીઓને આજે કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. એટલું જ નહિ ૧-૧ લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસ ગેંગસ્‍ટરના ભાઇ અશરફ સહિત ૭ નિર્દોષ જાહેર થયા છે. અત્રે એ નોંધનીય છે કે ૨૮ ફેબ્રુ. ૨૦૦૬ના રોજ ઉમેશ પાલનું અપહરણ થયું હતું.

 આ કેસમાં અતીકના ભાઈ અશરફ સહિત કુલ ૧૧ આરોપીઓ હતા. તેમાંથી એકનું મોત થયું છે. આ કેસમાં અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચુકાદો સંભળાવતા સમયે અતીક તેના ભાઈ અશરફને ગળે લગાવીને રડવા લાગ્‍યો હતો.  આ કેસમાં અતીકના ભાઈ અશરફ સહિત કુલ ૧૧ આરોપીઓ હતા. તેમાંથી એકનું મોત થયું છે. આ કેસમાં અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચુકાદો સંભળાવતા સમયે અતીક તેના ભાઈ અશરફને ગળે લગાવીને રડવા લાગ્‍યો હતો. અતીક, પૂર્વ કાઉન્‍સિલર દિનેશ પાસી અને સૌલત હનીફ ખાન એડવોકેટને દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. ૧૦માંથી ત્રણ આરોપીઓ કોર્ટમાં હાજર થયા ન હતા, જેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્‍યું છે. ચુકાદા બાદ વકીલોએ કોર્ટ પરિસરમાં ‘તેમને ફાંસી આપો, ફાંસી આપો'ના નારા લગાવ્‍યા હતા.

સજા અંગેની દલીલો બાદ બપોરે ૨ વાગ્‍યાની આસપાસ દોષિત ઠેરવવામાં આવેલા અતીક, દિનેશ અને સોલતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા અંગેની ચર્ચા દરમિયાન અતીકે પોતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અતીક અહેમદ અને દિનેશ પાસીને ૩૬૪-A/૩૪, ૧૨૦B, ૧૪૭, ૩૨૩/૧૪૯, ૩૪૧, ૩૪૨, ૫૦૪ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. જયારે અતીકના વકીલ સૈલત હનીફ ખાનને કલમ ૫૦૬(૨), 7CRLA, ૩૬૪ અને ૧૨૦B હેઠળ દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. આમાં સૌથી મોટી કલમ ૩૬૪-A/૩૪ અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવી છે, જેમાં મૃત્‍યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે.

(4:37 pm IST)