Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

મોદી સરકારમાં ચૂંટણી પંચને નુકસાન થયું છે : રાહુલ ગાંધી

મોદી ગંભીર મુદ્દાઓને લઇને બિલકુલ મૌન છે : કોંગ્રેસના શાસનમાં કંઇપણ થયું નથી તેવા આક્ષેપો થયા

નવીદિલ્હી, તા. ૨૭ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારમાં ન્યાયપાલિકા અને ચૂંટણી પંચને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ ઉપસ્થિત થઇ રહેલા આ ગંભીર મુદ્દાઓને લઇને મૌન રહેલા છે. લંડનમાં ઇન્ડિયન ઓવર્સીસ કોંગ્રેસને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન એમ કહીને દરેક ભારતીયોનું અપમાન કરે છે કે, છેલ્લા ૭૦ વર્ષમાં કોઇ કામ થયું નથી. ભારત વિશ્વને ભવિષ્ય દર્શાવે છે. ભારતના લોકોએ આને શક્ય કરીને બતાવ્યું છે. આમા કોંગ્રેસે પણ પુરતી મદદ કરી છે. રાહુલે કહ્યું હતું કે, જો વડાપ્રધાનનું એમ કહેવું છે કે, તેમની સત્તામાં એન્ટ્રીથી પહેલા કંઇપણ થયું ન હતું તો તેઓ કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી રહ્યા નથી બલ્કે દેશના લોકોનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વર્તમાનમાં ભારતમાં દલિતો, ખેડૂતો, જનજાતિય લોકો, લઘુમતિઓ અને ગરીબોને કોઇ લાભ મળી રહ્યા નથી. તેમને કંઇ પણ મળશે નહીં. તેમ કહેવામાં આવે છે. અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે માર મારવામાં આવે છે. સ્કોરશીપ પણ બંધ કરી દેવામાં આવી છે. રાહુલના આક્ષેપો હાલમાં યથાવત જારી રહ્યા છે.

(7:45 pm IST)