Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કર્ણાટકના બેલગામમાં ભાઇઓઅે રક્ષાબંધનની ભેટ તરીકે બહેનોને શૌચાલય આપ્યા

બેલગામઃ રક્ષાબંધનના પર્વ પર ભાઇઓ તરફથી મળનારી ગિફ્ટ માટે બહેનો આતુરતાથી રાહ જોતી હોય છે. કર્ણાટકના બેલગામમાં ભાઇઓને પોતાની બહેનોને ખાસ ગિફ્ટ આપી જે બાકી ગિફ્ટથી અલગ હતી. અહીં ઘણા ભાઇઓઅે પોતાની બહેનોને સાડી, ઘરેણાં કે રૂપિયા આપવાના બદલે ટોઇલેટ ગિફ્ટમાં આપ્યા. આઇડિયા બેલગામ જિલ્લા પરિષદના CEO આર. રામચંદ્રનનો હતો.

રામચંદ્રને વિસ્તારમાં પુરૂષોમાં જાગૃતિ ફેલાવી અને વર્ષની રક્ષાબંધન પર પોતાની બહેનોને ટોઇલેટ ગિફ્ટ આપવાનો આઇડિયા આપ્યો. જેથી બહેનોને ખુલ્લામાં શૌચ માટે જવું પડે. પહેલ રંગ લાવી અને રવિવારે રક્ષાબંધનના પર્વ પર આશરે ૨૪૦૦ ટોઇલેટ ભાઇઓઅે પોતાની બહેનોને ભેટમાં આપ્યા. બહેનોઅે ટોઇલેટની સામે ભાઇઓને રાખડી બાંધી અને તસવીરો ખેંચાવી.

બેલગામ જિલ્લા પરિષદે સામાન્ વર્ગ માટે ૧૨ હજાર રૂપિયા પ્રતિ અને SC/ST માટે ૧પ,૦૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ પાસ કર્યા. ઘણા ભાઇઓઅે મળેલી રકમ ઉપરાંત પોતાના રૂપિયા પણ ઉમેર્યા અને ખાસ ગિફ્ટ તૈયાર કરી. અનોખા આઇડિયાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઇ. ગામવાસીઓને આશા છે કે, બાકી લોકો પણ પોતાના પરિવારને સારા સ્વાસ્થય અને સાફ-સફાઇની ભેટ જરૂર આપશે.

(5:27 pm IST)