Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

'ભવિષ્યનું ભારત' અંગે ચર્ચા કરવા રાહુલ ગાંધી અને યેચુરીને આમંત્રણ આપશે સંઘ

નવી દિલ્હીઃ સંઘ આવતા મહિને યોજાનારા પોતાના એક કાર્યક્રમ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ડાબેરી નેતા સિતારામ યેચુરીને આમંત્રણ મોકલવાની તૈયારીમાં છેઃ સંઘનો આ કાર્યક્રમ આવતા મહિને ૧૭ થી ૧૯ દરમિયાન ચાલશેઃ જેમાં ભવિષ્યના ભારત કાર્યક્રમ હેઠળ રાહુલ અને યેચુરી સહિત અન્ય રાજકીય પક્ષોને સંઘ આમંત્રણ આપશેઃ અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ સંઘની તીખી ટીકા કરી હતીઃ મોહન ભાગવત દેશના પ્રબુદ્ધ નાગરીકોને ભવિષ્યના ભારત-સંઘના દ્રષ્ટિકોણ વિષય પર ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સંવાદ કરશેઃ આ બેઠકમાં સમાજના દરેક વર્ગને બોલાવાશે

 

(3:45 pm IST)