Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ડીઝલ સતત બીજા દિવસે રેકોર્ડ સ્તર પરઃપેટ્રોલના ભાવ પણ વધ્યા

મજબુત ડોલર-ક્રુડઓઇલની કિંમતોમાં થઇ રહેલા વધારાના કારણે ઇંધણ ભાવમાં વધારો

નવીદિલ્હી, તા.૨૭: પેટ્રોલ અને ડિઝલની કિંમતોના એક વાર ફરી રેકોર્ડ સ્તર પહોંચવાનો દોર ચાલુ રહયો છે આ વખતે ડીઝલે પ્રથમ રેકોર્ડની સ્તરની ઉંચાઇએ પહોંચી છે બીજીબાજુ પેટ્રોલની કિમતોમાં પણ તેજીથી વધારો થઇ રહ્યો છે.

ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિમત ૬૯.૪૬ રૂપિયા થઇ ગઇ છે.

કલકતામાં પણ ડિઝલ ૭૨.૩૧ અને ચેજાાઇમાં તેના  માટે ૭૩.૩૮ રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડી રહ્યા છે ત્યા પણ એ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. મુંબઇમાં પણ તેની કિંમતોમાં વધારો થયો છે. ત્યાં ડીઝલ માટે લોકોને ૭૩.૭૪ રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડી રહ્યા છે.

પેટ્રોલ પણ રેકોર્ડ સ્તર પહોંચી ગયું છે. તેની કિંમતોમાં પણ વધારો આવ્યો છે તેના કારણે આજે દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત ૧૩ પૈસા વધી છે. તેના લીધે ત્યા તેની કિંમત ૭૭.૯૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. કલાકતામાં તેના માટે ૮૦.૮૪, મુંબઇમાં ૮૫.૩૩ અને ચેનનાઇમાં ૮૦.૯૪ રૂપિયા લીટર ચુકવવા પડી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર એકવાર ફરી ક્રુડઓઇલની કિમતોમાં વધારો થયો છે નબળો રૂપિયો અને મજબુત ડોલર થવાના લીધે ઇંધણની કિંમતોમાં વધારો થયો છે.(૨૨.૬)

(11:37 am IST)