Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

વાર્ષિક અમરનાથ યાત્રા પૂર્ણ થઇ : છડી મુબારક પૂજા થઇ

બે લાખ ૮૪ હજાર શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરાયા : ગયા વર્ષની તુલનામાં ૨૪ હજાર વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલી પૂજાવિધિમાં શ્રદ્ધાળુ જોડાયા

શ્રીનગર, તા. ૨૬ : શ્રાવણ પૂર્ણિમાના દિવસે આજે વાર્ષિક અમરનાથ યાત્રા છડી મૂબારકની પુજાની સાથે પરિપૂર્ણ થઇ હતી. છડી મુબારક પહોંચ્યા બાદ વિધિવતરીતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરવામાં આવી હતી તે વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના દિવસે આજે અમરનાથ યાત્રા પૂર્ણ થઇ હતી. અનંતનાગ જિલ્લામાં દરિયાઈ સપાટીથી ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએ સ્થિત હિમાલયમાં સ્થિત આ ગુફામાં અમરનાથના દર્શન માટે છેલ્લા ૬૦ દિવસથી અમરનાથ યાત્રા ચાલી રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં ૨૪ હજાર વધુ શ્રદ્ધાળુઓ આ વખતે પહોંચ્યા છે. જુદા જુદા કારણોસર અમરનાથયાત્રા કેટલીક વખત મોકૂફ પણ રાખવામાં આવી હતી. બહુસ્તરીય સુરક્ષાના પરિણામ સ્વરુપે આ વખતે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે પૂર્ણ છે. આ લીધે જ શ્રદ્ધાળુઓને મોટી રાહત થઇ છે સાથે સાથે તંત્રને પણ રાહત મળી છે. ૧૩૭ શ્રદ્ધાળુઓની બેચ સૌથી છેલ્લે રવાના થઇ હતી. શ્રદ્ધાળુ ઉપલબ્ધ નહીં થવાના કારણે હાલમાં છેલ્લા ત્રણ દિવસ યાત્રા બંધ રાખવામાં આવ્યા બાદ એક દિવસ માટે યાત્રા શરૂ થઈ હતી અને છેલ્લા દિવસે ૧૩૭ શ્રદ્ધાળુઓ અમરનાથ દર્શન માટે રવાના થયા હતા. શ્રદ્ધાળુઓની આ ૪૬મી બેચ હતી. યાત્રાને ખરાબ હવામાન અને કેટલાક તહેવાર દરમિયાન તેમજ બંધના કારણે સાવચેતીના પગલારૂપે કેટલીક વખત બંધ પણ રાખવામાં આવી હતી. બલતાલ અને પહેલગામ બન્ને રૂટ ખાતે હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ હતી.ગયા વર્ષની તુલનામાં આ વખતે ઓછા શ્રદ્ધાળુઓ જુદી જુદી બિમારીના લીધે મૃત્યુ પામ્યા છે.૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી બે લાખ ૮૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કર્યા હતા. અમરનાથ યાત્રા ૬૦ દિવસ સુધી ચાલી હતી જે દરમિયાન પહેલગામ અને બલતાલ રૂટ  મારફતે શ્રદ્ધાળુઓને અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે આગળ વધવા માટે મંજુરી આપવામાં આવી હતી. આ વખતે સાવચેતીના વધુ પગલા લેવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા હતા. સઘન સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાના કારણે અમરનાથ યાત્રામાં આ વખતે કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ત્રાસવાદીઓ દ્વારા અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. જો કે તેમને સફળતા મળી ન હતી. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. ગયા વર્ષે ગુજરાતી શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીનહુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી ખુવારી થઇ હતી. જો કે હવે સાવચેતી વધારે છે. ૧૦ દિવસ સુધી ચાલનાર બુડ્ડા અમરનાથની યાત્રામાં હજુ સુધી ૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા જઇ રહી છે.

જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે  બુડ્ડા અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા હતા.ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા રક્તરંજિત બની હતી. ૪૮ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જે પૈકી માર્ગ અકસ્માતમાં ૧૭ના અને ૧૦મી જુલાઇના દિવસે કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. કુદરતી કારણોસર ૨૩ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા  બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધી રહી હતી. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટરમાઉન્ટેન ટ્રેકથી જારી હતી. અન્ય બલતાલબેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે પણ યાત્રા જારી હતી.

અમરનાથ યાત્રાનું ચિત્ર

બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહી

         શ્રીનગર, તા. ૨૬ : શ્રાવણ પૂર્ણિમાના દિવસે આજે વાર્ષિક અમરનાથ યાત્રા છડી મૂબારકની પુજાની સાથે પરિપૂર્ણ થઇ હતી. છડી મુબારક પહોંચ્યા બાદ વિધિવતરીતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરવામાં આવી હતી તે વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના દિવસે આજે અમરનાથ યાત્રા પૂર્ણ થઇ હતી. અનંતનાગ જિલ્લામાં દરિયાઇ સપાટીથી ૧૪૦૦૦ ફુટની ઉંચાઈએ સ્થિત હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફામાં છેલ્લા ૬૦ દિવસથી કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. આ વર્ષે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અમરનાથ યાત્રા નીચે મુજબ રહી છે.

અમરનાથ યાત્રા સ્થળ............................ અનંતનાગ

પવિત્ર ગુફા................... દરિયાથી ૧૪૦૦૦ ફુટ ઉપર

અમરનાથ યાત્રા શરૂ થઈ....................... ૨૮મી જૂન

અમરનાથ યાત્રા પૂર્ણ થઇ..................... ૨૬ ઓગસ્ટ

અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુ....................... ૨૮૪૩૩૨

અમરનાથ યાત્રા ચાલી............................ ૬૦ દિવસ

અમરનાથ યાત્રામાં મોત થયા........................... ૧૪

શ્રદ્ધાળુઓની કુલ બેચ રહી.................................. ૪૬

છેલ્લી બેચમાં શ્રદ્ધાળુઓ હતા........................... ૧૩૭

અમરનાથના રૂટ.................... પહેલગામ (૩૬ કિમી),

......................................... બલતાલ રૂટ (૧૨ કિમી)

ગયા વર્ષે શ્રદ્ધાળુ હતા.................. બે લાખ ૬૦ હજાર

આ વર્ષે વધુ શ્રદ્ધાળુ નોંધાયા...................... ૨૪૦૦૦

૨૪ હજાર વધુ શ્રદ્ધાળુ

મહંત દિપેન્દ્રગીરી દ્વારા પૂજા કરાઈ

જમ્મુ, તા. ૨૬ : વાર્ષિક અમરનાથ યાત્રામાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા છેલ્લા વર્ષની સરખામણીમાં ૨૪ હજાર વધારે નોંધાઈ છે. બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સાવચેતીના પગલારુપે આ વખતે શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળી હતી જેના પરિણામ શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધી હતી. દરેક કાફલા સાથે પુરતી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહ્યા હતા. આજે છડી મુબારક પહોંચ્યા બાદ સવારે પૂજા હાથ ધરવામાં આવી હતી. એ ગાળા દરમિયાન સાધુઓ અને શ્રદ્ધાળુઓ પણ હતા. પંચકારણી, શેષનાગ અને અન્ય સ્થળો ઉપર છડી મુબારક રોકાયા બાદ પરંપરાગત રુટ પર ફરીને આજે છડી મુબારક પવિત્ર ગુફામાં પહોંચી હતી. મહંત દિપેન્દ્રગીરી દ્વારા પવિત્ર ગુપામાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આની સાથે જ વાર્ષિક અમરનાથ યાત્રાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. શ્રાવણ પૂર્ણિમાના દિવસે આજે વાર્ષિક અમરનાથ યાત્રા છડી મૂબારકની પુજાની સાથે પરિપૂર્ણ થઇ હતી. છડી મુબારક પહોંચ્યા બાદ વિધિવતરીતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરવામાં આવી હતી તે વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક વર્ષોમાં જે શ્રદ્ધાળુઓ નોંધાયા તે નીચે મુજબ છે.

વર્ષ                               શ્રદ્ધાળુઓની સંખ્યા

૨૦૧૩................................................... ૩૫૩૯૬૯

૨૦૧૪................................................... ૩૭૨૯૦૯

૨૦૧૫................................................... ૩૫૨૭૭૧

૨૦૧૬................................................... ૨૨૦૪૯૦

૨૦૧૭................................................... ૨૬૦૦૦૩

૨૦૧૮................................................... ૨૮૪૩૩૨

(12:00 am IST)