Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

T20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન પ્રથમ ઓવરમાં જ હાઇએસ્ટ વિકેટ ઝડપવાના મામલે ભુવનેશ્વર હવે 32 વિકેટ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી અને વેસ્ટ ઇન્ડિઝના સેમ્યુઅલ બદ્રીનો રેકોર્ડ તોડયો

સોહેલ તનવીર 36 વિકેટ સાથે પ્રથમ સ્થાને

આયરલેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતના પેસ બોલર ભુવનેશ્વર કુમારે વિશેષ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી.

T20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન પ્રથમ ઓવરમાં જ હાઇએસ્ટ વિકેટ ઝડપવાના મામલે ભુવનેશ્વર હવે 32 વિકેટ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી અને વેસ્ટ ઇન્ડિઝના સેમ્યુઅલ બદ્રીનો રેકોર્ડ તોડયો હતો.

T20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન પ્રથમ ઓવરમાં હાઇએસ્ટ વિકેટના મામલે પાકિસ્તાનનો સોહેલ તનવીર (36 વિકેટ) પ્રથમ સ્થાને છે. ઓવરઓલ પાવરપ્લેમાં હાઇએસ્ટ વિકેટના મામલે ભુવનેશ્વર 7.30ના ઇકોનોમી રેટથી 34 વિકેટ સાથે બીજા સ્થાને છે. બદ્રીએ 33 તથા સાઉથીએ 33 વિકેટ હાંસલ કરી છે. પાવરપ્લેની પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપવાના મામલે પાકિસ્તાનનો મોહમ્મદ આમિર 30 વિકેટ સાથે બીજા ક્રમે છે.

(12:57 am IST)