Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ફારુક અબ્દુલાની મુશ્કેલી વધી :મની લોન્ડ્રિંગ કેસમાં EDએ પાઠવ્યું સમન

EDએ નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાને 31 મે ના રોજ દિલ્હીમાં હાજર થવા માટે સમન મોકલ્યું

નવી દિલ્હી :  જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને મની લોન્ડ્રિંગ કેસમા પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે EDએ નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાને 31 મે ના રોજ દિલ્હીમાં હાજર થવા માટે સમન પાઠવવામાં આવ્યુ છે

વર્ષ 2020માં EDએ ફારુક અબ્દુલ્લાની 11.86 કરોડ રૂપિયાની સંપત્તિ મની લોન્ડ્રિગ કેસમાં જપ્ત કરી હતી. આ કેસમાં 84 વર્ષના ફારુક અબ્દુલ્લાની EDએ ઘણી વાર પૂછપરછ કરી છે.

શ્રીનગરના રામમુંશી બાગ પોલીસ સ્ટેશનમાં એક કેસના આધારે જેકેસીએ પદાધિકારીઓ વિરુદ્વ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટના નિર્દેશ પર આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 43.69 કરોડના ગેરઉપયોગના સંબંધમાં સીબીઆઈએ જેકેસીએના ભૂતપૂર્વ પદાધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી લીધી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ED દ્વારા કરવામાં આવી રહેલી તપાસ 2004 અને 2009 વચ્ચેના કથિત નાણાની હેરફેર વિશેની છે. .

(9:11 pm IST)