Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ શકે તેવા બિન-જામીનપાત્ર ગુના માટે પણ મહિલાઓને જામીન આપી શકાય : પતિની હત્યાની આરોપી મહિલાના જામીન કર્ણાટક હાઇકોર્ટે મંજુર કર્યા

કર્ણાટક : કર્ણાટક હાઇકોર્ટે પતિની  હત્યાની આરોપી મહિલાના જામીન મંજુર કર્યા હતા.અને જણાવ્યું હતું કે ફાંસી અથવા આજીવન સજા થઈ શકે તેવા બિન-જામીનપાત્ર ગુના માટે પણ મહિલાઓને જામીન આપી શકાય.

પતિની હત્યાની આરોપી મહિલાએ જામીન માટે અરજી કરી હતી, ત્યારે નીચલી કોર્ટ દ્વારા તેની અરજી નામંજૂર કરવામાં આવી હતી કારણ કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી અને તે હત્યાનો આરોપી છે.

ફરિયાદ મુજબ જ્યારે મૃતકના પિતા મધરાતે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે તેમના પુત્રને મૃત હાલતમાં જોયો અને આરોપી મહિલા ભાગી ગઈ હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

હાઈકોર્ટ સમક્ષ મહિલાના વકીલે જણાવ્યું હતું કે મહિલા તરીકે આરોપી કાયદાકીય રીતે જામીન માટે હકદાર છે અને એ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સહઆરોપીને જામીન મળી ચૂક્યા છે.

શરૂઆતમાં, કોર્ટે CrPC ની કલમ 437 નો ઉલ્લેખ કર્યો અને અવલોકન કર્યું કે આરોપી એક મહિલા હોવાથી તે કલમ 437 CrPC હેઠળ જામીન માટે  હકદાર છે.તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)