Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાયદાની વિદ્યાર્થિની પર બળાત્કારના આરોપી વકીલની જામીન અરજી અલાહાબાદ હાઈકોર્ટે ફગાવી : આરોપી કાયદાની પ્રેક્ટિસ કરતા ઉમદા વ્યવસાય સાથે જોડાયેલ છે : વકીલની ઓફિસ કાયદાની અદાલતો કરતાં ઓછી આદરણીય નથી : નામદાર કોર્ટનું મંતવ્ય

અલ્હાબાદ : અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે હાઈકોર્ટના વકીલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો કે જેના પર લાંબા સમય સુધી કાયદાની વિદ્યાર્થીનીના   જાતીય અને શારીરિક શોષણનો આરોપ  છે.

એડવોકેટ-આરોપી રાજકરણ પટેલ સામેના આક્ષેપોની નોંધ લેતા, ન્યાયમૂર્તિ સમિત ગોપાલની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે, "ફરિયાદી યુવતી અરજદારની ઓફિસમાં જુનિયર હતી. આરોપ કાયદાની પ્રેક્ટિસ કરતી વ્યક્તિ સામે છે કે જે કાયદાની પ્રેક્ટિસ કરતા એક ઉમદા વ્યવસાય સાથે જોડાયેલી  વ્યક્તિ છે. વકીલની ઓફિસ કાયદાની અદાલતો કરતાં ઓછી આદરણીય નથી.

કાયદાના વિદ્યાર્થીની પીડિતાના પિતા દ્વારા આઈપીસીની કલમ 366 હેઠળ હાઈકોર્ટના એડવોકેટ પટેલ અને કોન્સ્ટેબલ લાલ શુક્લા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેણે આરોપ લગાવ્યો કે બંને આરોપીઓએ તેની 20 વર્ષની પુત્રીને ફસાવી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પુત્રી પટેલ (હાલના આરોપી ) સાથે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી હતી. બાદમાં બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 366, 376, 354-A, 328, 323, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ, કલમ 161 CrPC અને 164 Cr.P.C હેઠળ નોંધાયેલા તેમના નિવેદનોમાં આરોપ મૂક્યો હતો કે વકીલે પ્રારંભિક તબક્કે તેનું શોષણ કર્યું હતું અને પછી તેના પર જાતીય હુમલો કર્યો હતો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)