Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આગ્રા : લાલ કિલ્લામાં ઠાકુરજીની મૂર્તિ દટાઇ હોવાનો દાવો

શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિના પક્ષકારે દાખલ કરી નવી અરજી : કૃષ્‍ણ જન્‍મભૂમિ - શાહી ઇદગાહ વિવાદમાં નવો વળાંક

નવી દિલ્‍હી તા. ૨૭ : શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ-શાદી ઇદગાહ વિવાદ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્‍યારે આ મામલામાં બીજી અરજી દાખલ કરતી વખતે હિંદુ વકીલ મહેન્‍દ્ર પ્રતાપે આગ્રા લાલ કિલ્લાના સર્વેની માંગ કરી છે.

આ અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે ૧૯૬૦માં ઔરંગઝેબ મથુરામાં શ્રી કૃષ્‍ણનું મંદિર તોડીને ત્‍યાં હાજર મૂર્તિઓ અને કિંમતી વસ્‍તુઓ સાથે આગ્રાના લાલ કિલ્લામાં ગયો હતો. ત્‍યાં, બેગમ સાહિબા મસ્‍જિદના પગથિયાં નીચે, કેશવદેવની પૌરાણિક, કિંમતી અને રત્‍ન જડિત મૂર્તિ દફનાવવામાં આવી છે. અરજીમાં કિલ્લાના સર્વેની સાથે સીડી પરથી મૂર્તિ અને કીમતી ચીજવસ્‍તુઓ પરત મેળવવાની માંગ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે સીડીઓ નીચે મૂર્તિઓ દટાઈ જવાને કારણે હિંદુ શ્રદ્ધાળુઓનું અપમાન થઈ રહ્યું છે.

મથુરાના સિવિલ જજની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજી પર આજે જ સુનાવણી થઈ શકે છે. જણાવી દઈએ કે ગુરુવારે શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસમાં જિલ્લા ન્‍યાયાધીશની કોર્ટમાં પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સિનિયર ડિવિઝન જજે આ અરજી પર આગામી સુનાવણી માટે ૧ જુલાઈની તારીખ નક્કી કરી છે. શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ-શાહી ઇદગાહ વિવાદની અરજી સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

બે વર્ષ પછી સુનાવણી થઈ જયારે જિલ્લા કોર્ટે આદેશ આપ્‍યો કે અરજી કોર્ટમાં દાખલ કરવા યોગ્‍ય છે. પ્રતિમા આગ્રાના કિલ્લામાં દફનાવવામાં આવી હોવાના તેમના દાવાના સમર્થનમાં એડવોકેટ મહેન્‍દ્ર સિંહે ઔરંગઝેબના મુખ્‍ય દરબારી સખી મુસ્‍તેક ખાનના પુસ્‍તક ‘મસર-એ-આલમ ગિરી' ટાંક્‍યા છે. અરજીમાં ડાયરેક્‍ટર જનરલ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયા, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયા આગ્રા, ડિરેક્‍ટર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયા અને કેન્‍દ્રીય સચિવને પક્ષકાર બનાવવામાં આવ્‍યા છે.

(3:40 pm IST)