Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

બીજેપી શાસિત રાજયોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્‍તું: ભાવમાં ૧૫ રૂપિયા સુધીનો તફાવત

અત્‍યારે ભાજપ કે ભાજપ સમર્થિત રાજયો અને બિન-ભાજપ સરકારો ધરાવતા રાજયોમાં એટલે કે જયાં AAP, કોંગ્રેસ કે અન્‍ય કોઈ પક્ષની સરકાર હોય ત્‍યાં પેટ્રોલ-ડીઝલ તુલનાત્‍મક રીતે મોંઘા છે

નવી દિલ્‍હી, તા.૨૭: કેન્‍દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્‍સાઈઝ ડ્‍યુટીમાં ઘટાડો કરીને આપવામાં આવેલી રાહતનો લાભ સામાન્‍ય જનતાને મળ્‍યો, પરંતુ મોટાભાગના રાજયોએ કોઈ છૂટ આપી નથી. ગત વખતે જયારે કેન્‍દ્ર સરકારે દિવાળી પહેલા એક્‍સાઇઝ ટેક્‍સમાં ઘટાડો કર્યો હતો ત્‍યારે ઘણા રાજયોએ વેટમાં તીવ્ર ઘટાડો કર્યો હતો, પરંતુ આ વખતે એવું થયું નથી. અત્‍યારે ભાજપ કે ભાજપ સમર્થિત રાજયો અને બિન-ભાજપ સરકારો ધરાવતા રાજયોમાં એટલે કે જયાં ખ્‍ખ્‍ભ્‍, કોંગ્રેસ કે અન્‍ય કોઈ પક્ષની સરકાર હોય ત્‍યાં પેટ્રોલ-ડીઝલ તુલનાત્‍મક રીતે મોંઘા છે.

તેમ છતાં, કેટલાક બિન-ભાજપ સરકારના રાજયોમાં, વેટમાં ઘટાડો ન થવાને કારણે પેટ્રોલ ૧૦૦ થી વધુ છે. મણિપુર, મધ્‍યપ્રદેશ, બિહાર અને કર્ણાટક સિવાયના રાજયોમાં જયાં ભાજપ કે એનડીએની સરકાર છે ત્‍યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની નીચે છે. જયારે, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, છત્તીસગઢ જેવા બિન-NDA સરકારો ધરાવતા રાજયોમાં પેટ્રોલની કિંમત લગભગ ૧૧૧ રૂપિયા પ્રતિ લિટર છે. ઝારખંડ, દિલ્‍હી અને પંજાબમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની નીચે છે.

ભારતીય જનતા પાર્ટી કે તેના સાથી પક્ષોના રાજયોમાં પેટ્રોલ-ડીઝલના દર

રાજય પેટ્રોલ રૂ/લિટર ડીઝલ રૂ/લિટર

ઉત્તર પ્રદેશ ૯૬.૫૭       ૮૯.૭૬

ઉત્તરાખંડ ૯૫.૨૨         ૯૦.૨૬

ગોવા ૯૭.૬૮              ૯૦.૨૩

મણિપુર ૧૦૧.૧૮         ૮૭.૧૩

ત્રિપુરા ૯૯.૪૯             ૮૮.૪૪

મધ્‍ય પ્રદેશ ૧૦૮.૬૫      ૯૩.૯

બિહાર ૧૦૭.૨૪           ૯૪.૦૪

હિમાચલ પ્રદેશ ૯૭.૦૫   ૮૩.૦૨

કર્ણાટક ૧૦૧.૯૪          ૮૭.૮૯

હરિયાણા ૯૬.૨             ૮૪.૨૬

ગુજરાત ૯૬.૬૩                 ૯૨.૩૮

આસામ ૯૬.૦૧                 ૮૩.૮૪

અરુણાચલ પ્રદેશ ૯૨.૦૨    ૮૯.૬૩

સરેરાશ કિંમત ૯૮.૯૧      ૮૮.૮૨

પેટ્રોલ પર ૧૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૨૪ રૂપિયાનું નુકસાન

જો આપણે રાજયોમાં પેટ્રોલ અને ડીઝલના સરેરાશ દરની તુલના બિન-ભાજપ અને એનડીએ સરકારો સાથે કરીએ તો પેટ્રોલના દરમાં લગભગ ૫ રૂપિયા પ્રતિ લિટરનો તફાવત છે. એટલે કે જે રાજયોમાં ભાજપ કે એનડીએની સરકાર છે, ત્‍યાં કોંગ્રેસ કે બિન-એનડીએ સરકારવાળા રાજયોની સરખામણીએ પેટ્રોલ ૫ રૂપિયા પ્રતિ લિટર સસ્‍તું છે. ડીઝલનું પણ એવું જ છે. ડીઝલના ભાવમાં પણ લગભગ ૬ રૂપિયાનો તફાવત છે.

બિન-ભાજપ પક્ષોની સરકારો ધરાવતા રાજયોમાં પેટ્રોલ અને ડીઝલના દર

તમને જણાવી દઈએ કે, સામાન્‍ય માણસને મોટી રાહત આપતા મોદી સરકારે શનિવારે ૨૧ મે ૨૦૨૨ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્‍સાઈઝ ડ્‍યુટીમાં અનુક્રમે ૮ રૂપિયા અને ૭ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેથી પેટ્રોલના ભાવ અને ડીઝલ ઓછામાં ઓછું ૯.૫ હશે.(૨૩.૬)

રાજય પેટ્રોલ રૂ/લિટર ડીઝલ રૂ/લિટર

દિલ્‍હી  ૯૬.૭૨              ૮૯.૬૨

ઝારખંડ  ૯૯.૮૪            ૯૪.૬૫

છત્તીસગઢ ૧૦૨.૪૫        ૯૫.૪૪

તમિલનાડુ ૧૦૨.૬૩                 ૯૪.૨૬

કેરળ         ૧૦૭.૭૧              ૯૬.૫૨

પંજાબ   ૯૬.૨              ૮૪.૨૬

તેલંગાણા  ૧૦૯.૬૬                 ૯૭.૮૨

મહારાષ્ટ્ર ૧૧૧.૩૫ ૯૭.૨૮

રાજસ્‍થાન ૧૦૮.૪૮ ૯૩.૭૨

આંધ્ર પ્રદેશ ૧૦૯.૬૬        ૯૭.૮૨

સરેરાશ કિંમત ૧૦૪.૪૭     ૯૪.૧૩૯

(10:06 am IST)