Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ટીએમસીમાં ભંગાણના એંધાણ:મુકુલ રોયના પુત્ર સહીત સહીત ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શકયતા

છ વર્ષ માટે સસ્પેન્ડ થયેલ શુભ્રાંગશું રોય અને બે ટીએમસી ધારાસભ્યો દિલ્હી રવાના

 

નવી દિલ્હી :મમતા બેનર્જીના ટીએમસીમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે ભાજપના નેતા મુકુલ રોયનો પુત્ર શુભ્રાંગશું ટીએમસીના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ તેવી શકયતા છે  મુકુલ રોય પોતાના પુત્ર અને બે ટીએમસી ધારાસભ્યોને બીજેપીમાં સામેલ કરાવવા માટે દિલ્હી રવાના થયા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ટીએમસીએ પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં શુભ્રાંગશું રોયને વર્ષ માટે ટીએમસીમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો

  પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી તેણે કહ્યું હતું કે હવે હું મને ફ્રી લાગી રહ્યું છું. ટીએમસીમાં બીજા લોકોનો પણ શ્વાસ રુંધાઈ રહ્યો છે. બીજા લોકો પણ મારા પગલે ચાલશે. મારા પિતાએ મને સાવધાન રહેવા માટે કહ્યું છે. મને ખોટા કેસમાં ફસાવવામાં આવી શકે છે અથવા મારા ઉપર હુમલો કરાવવામાં આવી શકે છે. હું બે-ત્રણ દિવસમાં બીજેપી જોઈન કરીશ.

  પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં શુભ્રાંગશુંએ કહ્યું હતું કે તે એક નવી ઇનિંગ્સ શરુ કરવાનો છે. ટીએમસીમાં મને યોગ્ય સન્માન મળ્યું નથી અને તે હવે બંગાળમાં શાંતિ ઇચ્છે છે. પોતાના પિતાની સાંગઠનિક શક્તિની પ્રશંસા કરી હતી.

(12:28 am IST)