Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે ચાલુ રહેવા રાહુલ ગાંધીને અંતે મનાવી લેવાયા

નવી દિલ્હી :કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપવા મક્કમ બનેલા અને નવા પ્રમુખ શોધી લેવાનું કહી રહેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી રાત્રે પ્રમુખપદે ચાલુ રહેવા માની ગયાનું જાણવા મળે છે.

પ્રિયંકા ગાંધી અને અહેમદભાઈ પટેલની લંબાણ ભરી મંત્રણા પછી રાહુલ સહમત થયાનું એબીપી ન્યૂઝ દ્વારા ટ્વિટર ઉપર જાહેર થયું છે.

(11:57 pm IST)
  • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી નીતિન ગઢકરીનો આજે જન્મદિન છે : શુભેચ્છા વર્ષા થઈ રહી છે access_time 5:58 pm IST

  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST

  • વડાપ્રધાન મોદીના સેન્ટ્રલ હોલના વક્તવ્યના મુસ્લીમ સંગઠને કર્યા વખાણ :જમિયત ઉલેમા એ હિન્દે પત્ર લખીને વડાપ્રધાન મોદીના અલ્પ સંખ્યક સમાજને લઇને આપેલ નિવેદનના વખાણ કર્યા :પત્રમાં એવી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર અલ્પ સંખ્યકોના શિક્ષણ,સ્વાસ્થ્ય અને રોજગારી પર વિશેષ ધ્યાન આપશે access_time 1:22 am IST