Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આધાર કાર્ડમાં ફોટો ન ગમતો હોય તો અન્ય ફોટો અપગ્રેડ કરવાની સુવિધા

નવી દિલ્હી: આધાર કાર્ડ ખૂબ જલદી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. તેમાં તમારી બધી જાણકારી હોય છે. તેનો ઉપયોગ ઓળખપત્ર અને ફોટો ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે. કોઇપણ સરકારી યોજના અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે તો પાન કાર્ડને પણ આધાર સાથે લીંક કરવું જરૂરી થઇ ગયું છે. આધાર કાર્ડ પર તમારો ફોટો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ સહિત ઘણી જાણકારીઓ હોય છે.

આધાર કાર્ડમાં નંબર અને ઘરનું સરનામું ઘરેબેઠા અપડેટ કરી શકો છો. પરંતુ જો તમે આધારમાં તમારો ફોટો અપડેટ કરાવવામાં માંગે છો તો તે પણ શક્ય છે. જોકે આ કામ ઘરેબેઠા સંભવ નથી. તેના માટે તમારે એનરોલમેંટ સેન્ટર જવું પડશે. નીચે આપેલા સ્ટેપ ફોલો કરી આધારમાં તમારો ફોટો બદલી શકો છો.

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા એનરોલમેંટ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ધ્યાનપૂર્વક ભરો.

2. આધાર સેન્ટરમાં એક્ઝિક્યૂટિવને ફોર્મ આપો અને તમારું બાયોમેટ્રિક વિવરણ ઉપલધ કરાવો.

3. સેંટરમાં એક્ઝિક્યૂટિવ તમારો નવો ફોટો લેશે.

4. આ ઉપરાંત તમારે ચાર્જ તરીકે 25+ GST આપવા પડશે.

5. ત્યારબાદ તમને એક પાવતી મળશે, જેમાં URN નંબર હશે. URN નંબરની મદદથી તમે અપડેટની સ્થિતિ ચેક કરી શકો છો.

આ ઉપરાંત તમે UIDAI ના સ્થાનિક ઓફિસને પત્ર લખીને પણ ફોટો અપડેટ કરવા માટે અનુરોધ કરી શકો છો. તમારે અરજી સાથે તમારો નવો ફોટો અને આધાર કાર્ડની કોપી પણ મોકલવી પડશે. તમને તમારા એડ્રેસ અપ્ર 15 થી 20 દિવસમાં નવું આધાર કાર્ડ મોકલી દેવામાં આવશે.

(5:35 pm IST)