Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા વીરૂ દેવગણનું અવસાન

વીરૂ દેવગણ કોરીયોગ્રાફર અને એકશન ડિરેકટર હતાઃ લાંબા સમયથી બિમાર હતા

મુંબઈઃ બોલિવૂડ એકટર અજય દેવગનના પિતા વીરૂ દેવગનનું આજે (૨૭ મે) સવારે નિધન થયું છે. સૂત્રોના મતે, વીરૂ દેવગનનું નિધન કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. વીરૂ દેવગનના અંતિમ સંસ્કાર આજે સાંજે છ વાગે કરવામાં આવશે.

 વીરૂ દેવગન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં અને મુંબઈની સાંતાક્રુઝ હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં સમય પહેલાં જ અજય દેવગને પિતા વીરુ દેવગનની તબિયત ખરાબ હોવાને કારણે 'દે દે પ્યાર દે'ની પ્રમોશનલ ઈવેન્ટ પણ કેન્સલ કરી હતી.

 ૧૯૯૯માં વીરૂ દેવગને દીકરા અજય તથા અમિતાભ બચ્ચનને લઈ 'હિન્દુસ્તાન કી કસમ' ફિલ્મ ડિરેકટ કરી હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર પણ વીરુ દેવગન જ હતાં. આ સિવાય તેમણે 'દિલવાલે' (૧૯૯૪), 'હિમતવાલા'(૧૯૮૩),'શહેનશાહ' (૧૯૮૮૦ જેવી ફિલ્મ્સના ફાઈટ સીન્સ કોરિયોગ્રાફ કર્યાં હતાં. આ સિવાય તેમણે ફિલ્મ 'ક્રાંતી' (૧૯૮૧), 'સૌરભ' (૧૯૭૯) તથા 'સિંધાસન' (૧૯૮૬)માં એકિટંગ કરી હતી. પ્રોડ્યસૂસર તરીકે વીરુ દેવગને 'દિલ કયા કરે' (૧૯૯૯), 'સિંધાસન' (૧૯૮૬) બનાવી હતી. ૮૦ના દાયકામાં તેમણે ૮૦થી વધુ ફિલ્મ્સના એકશન સીન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં.

 વીરૂ દેવગને વીણા દેવગન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરાઓ અજય દેવગન તથા અનિલ દેવગન તથા બે દીકરીઓ નીલમ તથા કવિતા છે.

(4:15 pm IST)