Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અલકા લાંબા ૨૦૨૦માં 'આપ'ને અલવિદા કહેશે

મારી શુભેચ્છાઓ પક્ષના સમર્પિત કાર્યકર્તાઓ સાથે રહેશે.: અલકા

નવી દિલ્હીઃ તા.૨૭, દિલ્હીની સત્ત્।ાધારી આમ આદમી પાર્ટી(આપ)ના નારાજ ધારાસભ્ય અલકા લાંબાએ આગામી વર્ષે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. દિલ્હીની ચાંદની ચોક બેઠકના ધારાસભ્ય અલકા લાંબાએ ટ્વીટ કર્યું કે, '૨૦૧૩માં આપ સાથે શરુ થયેલી મારી સફર ૨૦૨૦ સુધીમાં સમાપ્ત થઈ જશે. મારી શુભેચ્છાઓ પાર્ટીના સમર્પિત ક્રાંતિકારી કાર્યકર્તાઓ સાથે રહેશે. આશા કરુ છું કે આપ દિલ્હીમાં એક મજબૂત વિકલ્પ બની રહેશે. આપ ની સાથે છેલ્લા ૬ વર્ષ યાદગાર રહ્યાં અને આપ થી ખૂબ શીખવા મળ્યું.  

જોકે, અલકા લાંબાએ એ જણાવ્યું નથી કે એ આગામી વર્ષે દિલ્હીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટી છોડશે કે પછી. અલકા લાંબા છેલ્લા કેટલાય સમયથી પાર્ટી નેતૃત્વથી નારાજ ચાલી રહ્યાં છે. શનિવારે ધારાસભ્ય અલકા લાંબાએ દિલ્હીની સાતેય લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીની હાર માટે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની જવાબદેહી નક્કી કરવાની માંગ કરી હતી, ત્યારબાદ પાર્ટી ધારાસભ્યોના વોટ્સએપ ગ્રૃપથી એમને બહાર કરાયા હતાં.

અલકા લાંબાએ ટ્વિટર સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એમને ઉત્ત્।ર-પૂર્વ દિલ્હીના આમ આદમી પાર્ટીના પરાજીત ઉમેદવાર દિલીપ પાંડેએ ગ્રુપમાં બહાર કર્યા છે.

નોંધનીય છે કે, અલકા લાંબા ચાંદની ચોકથી આપની ટિકટ પર પહેલીવાર  ૨૦૧૩માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં 

(3:53 pm IST)