Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જાન્યુઆરીથી મે સુધીમાં ૯૧ આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારની આતંકવાદ વિરોધી નીતિ બરાબર ચાલતી હોવાનો ઉચ્ચ અધિકારીઓનો દાવો

જમ્મુ, તા. ર૭ : કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદ વિરોધી અભિયાનની નીતિ સફળ કરી હોવાનો ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે તેમણે કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં હિઝબુલ મુઝાહીદ્દીન, જૈશ-એ-મુહમ્મદ અને અસાર ગઝવત-ઉલ-હિંદના ટોચના ૮ કમાન્ડરો સહિત ૯૧ આતંકવાદીઓ સુઆયોજીત ઓપરેશનના કારણે મરાયા છે.ઙ્ગ

એક સુરક્ષા નિષ્ણાતના મત અનુસાર પોલીસ, સૈન્ય અને સીઆરપીએફની સંયુકત અને સાયુજયભરી રણનીતિ દ્વારા આ વર્ષના જાન્યુઆરીથી શરૂઆતથી આતંકવાદ વિરોધ ઓપરેશનો કરવામાં આવ્યા હતા.

એક સુરક્ષા અધિકારીએ કહ્યું ''તેઓ અમે નહીં જ આવીએ તેવી ગણત્રીમાં હતા ત્યારેજ અમે તેમને આશ્ચર્ય ચકિત કરીને તેમના પર હુમલો કરવામાં સફળ થયા હતા. અડધી રાત્રે તેમને ઘેરીલેવાની અમારી રણનિતી સફળ થઇ હતી.''

તેણે દાવો કર્યો હતો કે ૯૦ ટકા ઓપરેશનોમાં આપણે વધુ નૂકસાની ભોગવ્યા વગર તેમને પાડી દેવામાં સફળ થયા હતા. અડધી રાત્રે ઓપરેશન અમલમાં મુકવાનું કારણ કાશ્મીરના ભારત વિરોધી યુવાઓ દુર રહે અને આતંકવાદીઓને ઉધતા ઝડપવાનું હતું. અત્યારે કાશ્મીરમાં જૈશનો એક પણ સક્રિય કમાન્ડર રહ્યો નથી. દક્ષિણ અને ઉતરકાશ્મીરના વિસ્તારમાં જૈશના થોડા આતંકવાદીઓ છે જે અમારા રડારમાં છે.

(3:52 pm IST)