Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચૂંટણીના અંકગણીત સામે કેમેસ્ટ્રીનો વિજય થયો

વડાપ્રધાન મોદી કાશીમાં: કાર્યકરોને સંબોધનઃ કાશી વિશ્વનાથના આશીર્વાદ મેળવ્યા

વારાણસી, તા., ર૭:  લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતાં. જયાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને પૂજા કર્યા હતાં. વારાણસી સીટ પરથી બીજી વખત મળેલી જીત પછી મોદીની આ પહેલી મુલાકાત છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ વારાણસીમાં રોડ શો કરીને કહ્યું હતું કે હવે જીત મેળવ્યા બાદ આભાર વ્યકત કરવા આવીશ.લાલપુર સ્થિત વણકર હસ્તકલા સંકુલ ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતાં

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, હું પણ પાર્ટીનો કાર્યકર છું, મારા માટે કાર્યકરોનો આદેશ સર્વોપરી. હું કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. કાર્યકર્તાઓનો સંતોષ એ જ મારો જીવનમંત્ર છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશે ભલે મને વડાપ્રધાન બનાવ્યો પણ તમારા માટે તો હું કાર્યકર્તા જ છું.

અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે, તમે નિશ્યિત રહીને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આવજો. તેથી હું ૧૯ મી તારીખે મતદાનના દિવસે અહીં નહતો આવ્યો. મને લાગ્યું કે કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તે આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબા પાસે ચાલ્યો ગયો.વધુમાં મોદીએ કહ્યું કે,યુપીમાં જીતની હેટ્રિક થઈ છે. ઉત્ત્।ર પ્રદેશ દેશના રાજકારણને એક નવી દિશા આપી રહ્યું છે. ત્રણ ત્રણ ચૂંટણી પરિણામો જોયા બાદ પણ રાજકીય પંડિતોની આંખો ખુલી નથી રહી. દેશ ૨૧ મી સદીમાં પહોંચી ગયો પરંતુ રાજકીય પંડિત ૨૦મી સદીમાં રહી ગયાં.

આ ચૂંટણીમાં અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજિત કરી દીધી છે. દેશમાં સમાજ શકિતની કેમેસ્ટ્રી, આદર્શો, સંકલ્પોની જે કેમેસ્ટ્રી છે તે કયારેક તમામ ગુણાકાર-ભાગાકારના અંકગણિતને પરાજિત કરી છે.

પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. ૪.૭૯ લાખ મતોના અંતરથી વારાણસી લોકસભા સીટ જીત્યા બાદ આ પીએમ મોદીનો પહેલો પ્રવાસ છે. ભારે જનાદેશ આપનારી જનતાનો આભાર માનવા ઉપરાંત મોદીએ પ્રસિદ્ઘ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં હર હર મહાદેવનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે કાર્યકરોને સંબંધોન કરતા કહ્યું હતું કે, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવાના નાતે પાર્ટી અને કાર્યકર્તા જે આદેશ કરે છે તેનું પાલન કરવાનો હું પ્રયાસ કરું છું

વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું કે અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે તમે નિશ્યિંત રહેવા અને જીત બાદ જ આવજો. તેથી હું ૧૯ મી તારીખે મતદાનના દિવસે અહીં નહોતો આવ્યો. મને લાગ્યું કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબાની પાસે ચાલ્યો ગયો.

લોકસભા ચુંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ પ્રથમવાર વારાણસી પહોંચ્યા પીએમ મોદીએ રાજનૈતિક વિશ્લેક્ષકો પર નિશાન  સાધીને કહયું કે તેને માનવુ પડશે કે અર્થમેટીકની આગળ પણ કેમેસ્ટ્રી હોય છે. પીએમ મોદીએ કહયું કે ત્રણ ચુંટણી બાદ પણ પોલીટીકલ પંડીતોની આંખો નહી ખુલે તો તેનો અર્થ છેે કે તેનો વિચાર ર૧મી સદી છે નહી, ર૦ મી સદીના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કહયું કે દેશ માટે હું વડાપ્રધાન છું પરંતુ તેના હું સાંસદ અને સેવક છું.

(3:39 pm IST)