Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઉત્તર ભારત અગનગોળામાં ફેરવાયુઃ ૪૫ ડીગ્રીઃ ''લૂ''નો પ્રકોપ

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ગરમી ચરમ સીમાએ છે, સૂર્યના વધતા તાપના કારણે પારો એક વાર ફરી થઈ ૪૦-૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીના કારણે જનજીવન બેહાલ થવા લાગ્યુ છે. દિવસની ગરમીથી હવે રાતે પણ રાહત મળી શકતી નથી. રાતે પણ તાપમાન સામાન્યથી વધવા લાગ્યુ છે.

હવામાન વિભાગ મુજબ પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાના, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ મરાઠવાડા, છત્તીસગઢ અને ઓડિશામાં આજે લૂના કારણે લોકો બેહાલ રહેશે. એટલુ જ નહિ આગલા ૪-૫ દિવસ સુધી તેલંગાના, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં લૂમાં વધારો થવાના અણસાર છે.

(3:38 pm IST)