Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નાના વેપારીઓને હવે આશાઃ મોદી ગેરન્ટી વગર પ૦ લાખની લોનનું વચન પાળશે

જો લોનની જાહેરાત થશે તો વેપારીઓને ફાયદો

નવી દિલ્હી તા. ર૭ :.. મોદી સરકાર ફરીથી સત્તામાં આવતા નાના વેપારીઓને લોનની સમસ્યામાંથી છૂટકારો મળવાની આશા છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વેપારીઓથી કરતી વખતે નાના વેપારીઓને ગેરંટી વગર પ૦ લાખ સુધીની લોન આપવાનું વચન આપ્યું હતું. મોદી સરકાર સત્તામાં પાછી ફરતા વેપારીઓને આ વચન પુર્ણ થવાની આશા છે. ભાજપાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કિસાન ક્રેડીટની જેમ જ વ્યાપારી ક્રેડીટ કાર્ડ, નાના ધાંધાર્થીઓને પેન્શન, અકસ્માત વીમો, રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ વગેરે વેપારીઓના હિતના વાયદાઓ કર્યા હતાં.

ભારતીય ઉદ્યોગ વેપારી મંડળનાં દિલ્હી યુનીટના મહામંત્રી હેમંત ગુપ્તા કહે છે કે બેંકોના વધી રહેલા એનપીએને લીધે છેલ્લા કેટલાક વર્ષોથી નાના વેપારીઓને લોન મળવામાં મુશ્કેલીઓ થઇ રહી છે. એટલે ગેરંટી વગર પ૦ લાખની લોનનો વાયદો પુરો કરવામાં આવે તો વેપારીઓને મોટી રાહત મળશે. કોન્ફ્રેડરેશન ઓફ સદર બજાર ટ્રેડર્સ એસોસીએશનના મહાસચિવ દેવરાજ બવેજાએ કહયું કે ગેરંટી વગરની પ૦ લાખની લોન મળે તો વેપાર વધારવામાં બહુ મોદી મદદ મળશે. ચાંદની ચોકના એક વેપારીએ જણાવ્યું કે જૂની દિલ્હીના મોટા બજારના વેપારીઓ બેંકમાંથી લોન લેવામાં પડતી મુશ્કેલીના કારણે ખાનગી લોન દાતાઓ પાસેથી લોન લે છે. મોટા ભાગે તેઓ થોડા દિવસ માટે પ લાખ થી પ૦ લાખ રૂપિયા વ્યાજે લેતા હોય છે. જો આ લોન બેંકના વ્યાજ કરતા ઘણી મોંઘી પડતી હોય છે. (પ-૧૯)

(11:53 am IST)