Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જાકીર નાઇકનાં ટ્રસ્ટના અને અંગત ખાતામાં અનેક વર્ષો સુધી અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ઈડીનો ઘટસ્ફોટ

સ્થાનિક અને વિદેશી દાન મળ્યું ;ખાડીના દેશો સહીત અનેક દેશોમાંથી નાણાં મળ્યા

નવી દિલ્હી : વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાયકના ટ્રસ્ટના અને તેના અંગત ખાતામાં અજાણ્યા લોકોએ કરોડો રૂપિયા ઠાલવ્યા હતા

  પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ પોતાની તપાસમાં સામે આવ્યું કે, મુસ્લિમ નવયુવાનોને કથિત રીતે આતંકવાદ માટે ભડકાવનારા નરફરત ભરેલા ઉપદેશો માટે વિવાદિત ઇસ્લામી ઉપદેશક જાકિર નાઇકને તેનાં બેંક ખાતાઓ અને તેના ટ્રસ્ટોમાં બેંક ખાતાઓમાં અજાણ્યા શુભચિંતકોએ અનેક વર્ષો સુધી કરોડો રૂપિયા મોકલ્યા હતા

  . ઇડીએ કહ્યું કે, નાઇકનાં ચેરિટી ટ્રસ્ટ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન(IRF)ને કથિત રીતે દાનમાં સ્થાનીક અને વિદેશી દાનકર્તાઓ તરફથી નાણા પ્રાપ્ત થયા. તેને સંયુક્ત અરબ અમિરાત (UAE), સઉદી અરબ, બહરીન, કુવૈત, ઓમાન અને મલેશિયાસહિત અનેક દેશો તરફી દાન સ્વરૂપે મળ્યા છે. 

 

 તપાસ રિપોર્ટમાં ઇડીએ કહ્યું કે, આઇઆરએફનાં નવા બેંક ખાતા છે, જેમાં દાનકર્તાઓની તરફથી આપવામાં આવતા દાન જમા કરાવામાં આવતુ રહ્યું હતું અને તેનું નિયંત્રણ પોતે 53 વર્ષીય જાકિર અબ્દુલ કરીમ નાઇક (નાઇકનું આખુ નામ) ના હાથમાં હતું. 

(12:00 am IST)