Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મ્‍યુ. બોન્‍ડ માટે ૩૦થી વધુ શહેરોની પસંદગી

ગ્રીન બોન્‍ડ બહાર પાડનાર ઇન્‍દોર પહેલુ શહેર

નવી દિલ્‍હી તા. ૨૭ : કેન્‍દ્રએ મ્‍યુનિસીપલ બોન્‍ડ બજાર માટે ૩૦થી વધારે શહેરોની ઓળખ કરી છે જેનું રેટીંગ સારૂ છે. માનવામાં આવે છે કે, આ કેલેન્‍ડર વર્ષમાં મ્‍યુનિસિપલ બોન્‍ડ જાહેર કરનાર પહેલુ શહેર ચેન્‍નઇ બની શકે છે. જ્‍યારે સુરત અને વિશાખાપટ્ટનમ પણ બહુ જલ્‍દી મ્‍યુનિસિપલ બોન્‍ડ લાવી શકે છે.

સામાન્‍ય બજેટમાં મ્‍યુનિસિપલ બોન્‍ડ બજારને વ્‍યાપક બનાવવા પર સરકારના ભાર આપવા અને ભારતની અધ્‍યક્ષતામાં થનાર જી-૨૦ બેઠકમાં શહેરી બુનિયાદી માળખા માટે નાણાને મુખ્‍ય એજન્‍ડાઓમાંથી એક બનાવવાને ધ્‍યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.

સુરત અને વિશાખાપટ્ટનમ ખાસ પરિયોજનાઓ માટે બોન્‍ડા બહાર પાડશે અને તેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. ઇન્‍દોરનગર નિગમ પહેલા જ આ પ્રકારનું બોન્‍ડ લાવી ચૂકયું છે. તેના ગ્રીન બોન્‍ડને ફેબ્રુઆરીમાં નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ પર જાહેર કરાયું હતું. ગ્રીન બોન્‍ડ બહાર પાડનાર ઇન્‍દોર દેશનું પહેલું શહેર છે.

એક સીનીયર સરકારી અધિકારીએ જણાવ્‍યું, ‘અમે જી-૨૦ના બુનીયાદી માળખા વર્ક ગ્રુપ ઉપરાંત રાજ્‍યો અને સ્‍થાનિક એકમોના અધિકારીઓ સાથે નિયમીત રીતે વર્કશોપ આયોજીત કરી રહ્યા છીએ. આ પહેલ હેઠળ ઘણાં શહેરો બોન્‍ડા બજારમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.'

આ અધિકારીએ કહ્યું કે, નગર નિગમના અધિકારીઓ સાથે બેઠકો અને સમીક્ષાના આધાર પર કેન્‍દ્રએ ૩૦થી વધારે શહેરોની ઓળખ કરી છે જે બોન્‍ડ બજારમાં ઉતરવા માટે સારી સ્‍થિતીમાં છે.

આ અધિકારીએ કહ્યું ‘સુરત અને વિશાખાપટ્ટનમ હવે ગમે ત્‍યારે બજારમાં આવી શકે છે. સુરત ગંદા પાણીને સ્‍વચ્‍છ કરીને ઉદ્યોગોને વેચી રહ્યું છે અને તેમાંથી વરસે ૧૪૪ કરોડની આવક કરે છે, આમ આ તેની આવકનો એક નિヘતિસ્ત્રોત છે. હવે તે પોતાની ક્ષમતા બમણી કરવા માંગે છે જેના માટે તે ટુંક સમયમાં જ બોન્‍ડ બહાર પાડી શકે છે. આવી જ રીતે ગંદા પાણીને ચોખ્‍ખા કરવાની પરિયોજના દ્વારા વિશાખાપટ્ટનમ વાર્ષિક ૩૫ કરોડ રૂપિયા કમાય છે અને હવે પોતાની ક્ષમતા ધરાવતા માંગે છે.'

(4:38 pm IST)