Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

પાકિસ્તાની સેનાએ સંભાળ્યો ઈસ્લામાબાદનો ચાર્જ :મોટા રાજકીય નેતાઓની થશે ધરપકડ

પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન પોતાના પદ ઉપરથી રાજીનામું પણ આપી શકે

પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા સર્જાઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા પડોશી દેશમાં ભારે હલચલ મચી ગઈ છે. પાકિસ્તાની સેનાએ ઇસ્લાબદનો ચાર્જ પોતાના હાથમાં લઇ લીધો છે. અને શક્ય છે કે આવતી કાલે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન પોતાના પદ ઉપરથી રાજીનામું પણ આપી શકે છે. તો સાથે પાકિસ્તાનમાં મોટા રાજકીય નેતાઓની ધરપકડ પણ થઇ શકે છે.

23 માર્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ કોઈપણ કિંમતે રાજીનામું નહીં આપે. જો કે, સત્તાધારી ગઠબંધનના ઓછામાં ઓછા ત્રણ સાથીઓએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન તેમની સરકાર વિરુદ્ધ મત આપવાનો સંકેત આપ્યો છે, જે આ મહિનાના અંતમાં સંસદમાં ચર્ચા માટે આવશે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) અને દેશમાં આર્થિક કટોકટી અને વધતી મોંઘવારી માટે વડાપ્રધાન ખાનની આગેવાનીવાળી સરકાર જવાબદાર છે.

342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની પીટીઆઈને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા 172 સભ્યોની જરૂર છે. શાસક પીટીઆઈના લગભગ બે ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો મતદાન પહેલા ખાન વિરુદ્ધ ખુલ્લામાં આવ્યા છે, જેના પગલે સરકારે વિપક્ષ પર હોર્સ ટ્રેડિંગ સાંસદોનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનું નિર્ણાયક સત્ર શુક્રવારે (25 માર્ચ) વડા પ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા વિના સ્થગિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જોરશોરથી વિરોધ કર્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ ખયાલ ઝમાનના નિધનને કારણે સત્ર 28 માર્ચે સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે

(9:57 am IST)