Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

' રંગ બરસે ચુનરવાલી ....' : સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે' હોળી ' અને ' જન્મોત્સવ ' ની ઉજવણી કરાઈ : સ્તુતિ વંદના ,ભક્તિ ગીતો ,હોળી ગીતો ,તથા સામુહિક રંગોત્સવ સાથે સિનિયરો મન મૂકીને નાચ્યાં

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સી જર્સી સિટીનો ' હોળી ઉત્સવ ' અને ' જન્મોત્સવ ' શનિવાર 10 માર્ચના રોજ ' ચસ્કા ' રેસ્ટોરન્ટમાં ઉજવવામાં આવ્યો હતો.
વસંતે વનવાગર અને મનડાં ન ખીલે ? અહીં સહુ પંખી એક જ વૃક્ષની શાખાઓ ઉપર બેઠા અને A spring in which all sang the sweetest songs .
ઉત્સવનો આરંભ સંસ્થાના સેક્રેટરી શ્રી મયુરીબેન પટેલના સહુના સ્વાગત અને સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ વંદનાથી કરવામાં આવ્યો.શ્રી ગોવિંદભાઇ શાહના મધુર કંઠે ભક્તિ ગીતો અને રંગ બરસે ચુનરવાલી .....જેવા હોળી ગીતોથી સામુહિક રંગોત્સવ ખેલાયો.મન મૂકીને સહુ નાચ્યાં.

સંસ્થાના પ્રમુખ શ્રી ડો.મહેન્દ્ર શાહે સંસ્થાની આર્થિક આવક જાવકની તલસ્પર્શી સમીક્ષા કરી.અને સંસ્થાની અર્થવ્યવસ્થાની વિભાવના સ્પષ્ટ કરી.જેને ઇન્ટર્નલ ઓડિટર શ્રી મહેન્દ્રભાઈ પી.શાહે પુષ્ટિ આપી.પ્રમુખશ્રીએ આવનાર નજીકના  2022 ના ભાવિ આયોજન એપ્રિલ મે માસમાં એટલાન્ટિક સીટી ટુર ,મે માસમાં વાર્ષિક જનરલ સભા ,ત્રિમાસિક બર્થ ડે ,જૂન ,જુલાઈ ,સપ્ટેમ્બરમાં શોર્ટ લોન્ગ ટુરો ,ઓગસ્ટ માસમાં સમર પીકનીક ,ધ્વજારોહણ ,નવરાત્રી ગરબા ,બર્થ ડે ઉજવણી ,અને દિવાળી વાર્ષિક દિવસની ઉજવણી વગેરેની રૂપરેખા દોરતા સાંપ્રતની કટોકટીનો ખ્યાલ આપતા આર્થિક ભાર પર થનારા વધારા તરફ ધ્યાન દોર્યું હતું.પ્રસ્તુત સંજોગોમાં એ ભાર વહન ન કરી શકનાર સિનિઅર્સની જવાબદારી સર્વશ્રી રમણભાઈ પટેલ ,તથા શ્રી અરવિંદભાઈ પટેલની બેલડી ,શ્રી અશ્વિન શાહ ,શ્રી નરેન્દ્ર પટેલ ,જેવા સભ્યોએ સ્વીકારી હતી.

 

જાન્યુઆરીથી માર્ચ માસમાં સભ્યોની જન્મતારીખ આવતી હોય તેવા સભ્યોના જન્મોત્સવની ઉજવણી કેક કાપી ' તુમ જીઓ હજારો સાલ ...' હેપ્પી બર્થ ડે ના નારા ,અને શુભેચ્છા વર્ષાથી કરવામાં આવી હતી.આ આત્માઓએ દરિયાદિલી દાખવતા સંસ્થાને અનેરું દાન કર્યું હતું.

શ્રીમતી અંજુમન્ડ જુવેરીયાએ રૂપિયા 500 નો ચેક પ્રમુખશ્રીને ભેટ આપ્યો હતો.જેની સહુએ પ્રસંશા કરી અભિવાદન કર્યું હતું.એવા જ બીજા સહભાગી અને સંસ્થાના સદા સહાયક જીહત પટેલ બી.સી.બી.બેન્કનો આભાર વ્યક્ત કર્યો હતો.તદુપરાંત સંસ્થાના સદા હિત ચિંતક શ્રી નરેન્દ્ર પટેલે બિલકુલ નજીવા દરે ફેસ માસ્ક આપેલ .અને થનાર આવકના પચાસ ટકા સંસ્થાને દાન કરેલ .જે અનુકરણીય અને પ્રસંશાને પાત્ર છે.તદુપરાંત હરહમેશ પોતાના સદગત માતા પિતાની સ્મૃતિમાં મયુરીબેને હળવો નાસ્તો સહુને પીરસ્યો હતો.

વસંતા નુરાગી ડો.' શૂન્યમ ' એ પ્રત્યેક પરિસ્થિતિને ઉત્સવમાં પલટનાર સંસ્થાના સારથી ડો.મહેન્દ્રભાઈ શાહનો આભાર માન્યો હતો.ઉત્સવના સહભાગી સહુનો સાદર પ્રત્યુત્તર પાઠવતા ચસ્કાના માલિક સ્ટીફ અને કાર્યવાહક સેવકોની કદર કરી ધન્યવાદ દેતા એમનું દિલ સહુને નમ્યું હતું.ડ્રોમાં નસીબવંતાઓને ઇનામો લાગ્યા હતા.

મન મૂકીને ભાવતા ભોજન બનાવનાર રશ્મિ પટેલ ,પીરસનાર અને સમગ્ર આયોજનના સ્થંભ તેવા સર્વશ્રી દક્ષા અમીન ,સુશ્રી ભાનુબેન શાહ ,સુશ્રી પ્રવીણા પંડ્યા ,શ્રી પરેશ પંડ્યા ,સુશ્રી મયુરી ,સુશ્રી દક્ષા પટેલ ,શ્રી રજનીકાંત જૈન ,શ્રી સુરેન્દ્ર પટેલ વગેરે સંસ્થાના હિતેચ્છુઓના હાથના રસથાળને આસ્વાદી સહુએ વિદાય લીધી હતી.તે પહેલા સંસ્થાના સદાય હિતેચ્છુ સૌનું હરહમેશ મનોરંજન કરનાર શ્રી ગોવિંદભાઇ શાહનું નાનકડી ભેટ વયસ્ક શ્રી રતિકાકાના હસ્તે આપી હૃદય પૂર્વક સન્માન કરેલ .અને હરહમેશ પ્રસંગને કુંડારનાર ફોટોગ્રાફર શ્રી મહીપત મુલાણીનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ .
વસંતની હોળી અને જન્મોત્સવનો ચસ્કો સહુના હૈયે તરતો હતો.ઉભરાતો હતો.
સંકલન ડો.મહેન્દ્ર શાહ -પ્રમુખશ્રી 

(12:00 am IST)