Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સત્તાવાળાઓને ગુપ્ત માહિતી આપવા માટે બાતમીદારો ભારે જોખમ લે છે:નીતિ મુજબ તેઓને પુરસ્કાર મળવો જોઈએ:બાતમીદારની વિધવાને વળતર ચૂકવવા બોમ્બે હાઇકોર્ટનો નિર્દેશ

મુંબઈ :કોર્ટે તાજેતરમાં કસ્ટમ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે તેઓ 1991માં ₹90 લાખના હીરાની દાણચોરી વિશે માહિતી આપનાર બાતમીદારની વિધવાને નીતિ હેઠળ ચૂકવવાપાત્ર પુરસ્કાર ચૂકવે.

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં અવલોકન કર્યું હતું કે બાતમીદારો અધિકારીઓને મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે ભારે જોખમ લે છે અને સત્તાવાળાઓએ સરકારની નીતિ મુજબ તેમને પુરસ્કાર આપવો જોઈએ. [જયશ્રી ચંદ્રકાંત ધવરે વિ. યુનિયન ઓફ ઈન્ડિયા]
 

આ કેસમાં, જસ્ટિસ નીતિન જામદાર અને અભય આહુજાની ડિવિઝન બેન્ચે કસ્ટમ સત્તાવાળાઓને 2015ની પોલિસી હેઠળ ચૂકવવાપાત્ર ઈનામ એક બાતમીદારની વિધવાને ચૂકવવાનો આદેશ આપ્યો જેણે ₹90 લાખના હીરાની દાણચોરી વિશે ટિપ આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:48 pm IST)