Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગુજરાત માટે ગૌરવવંતી ઘટના: સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા

રાજકોટના પૂર્વ કમિશનર અને સીબીઆઇના ટોચના અધિકારી શ્રી પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા છે.

ગુજરાતના પોલીસ વિભાગના ઇતિહાસમાં સૌ પ્રથમ આ અદ્વિતીય ઘટના બની છે. શ્રી પ્રવિણ સિન્હા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે. શ્રી પ્રવિણ સિન્હા ગુજરાતની ૧૯૮૭ બેચના આઇપીએસ પોલીસ ઓફિસર છે. ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે ૩ વર્ષ સુધી તેઓ રહેશે. તુર્કીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

(12:00 am IST)