Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મુંબઇના ઘાટકોપરમાં કાર ઉપરથી પસાર થઇ ગઇ છતાં બાળક ઉભો થઇને રમવા લાગ્યો

મુંબઈ- રામ રાખે તેને કોણ ચાખે? કહેવત તમે ઘણી વાર સાંભળી હશે. એવી અનેક ઘટનાઓ બને છે, જેમાં લોકો ચમત્કારિક રીતે બચી જાય છે. મુંબઈના ઘાટકોપરમાં પણ થોડા સમય પહેલા આવી એક ઘટના બની છે, જેમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

ઘટના ઘાટકોપરના કામરાજ નગરમાં આવેલી એક સોસાયટીની છે, જ્યાં એક બાળક ઉપરથી કાર પસાર થઈ ગઈ, પરંતુ બાળકના શરીર પર ખરોચ પણ આવી. ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે કઈ રીતે ઉપરથી કાર પસાર થઈ ગયા પછી પણ તે ઉઠીને રમવા લાગે છે.

ઘટના 24 સપ્ટેમ્બરની જણાવવામાં આવી રહી છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, થોડા બાળકો સોસાયટીમાં ફૂટબોલ રમી રહ્યા હતા. બાળકો પોતાની મસ્તીમાં હતા, અને ત્યાં એક કાર ઉભેલી જણાઈ રહી છે. થોડી વાર પછી એક બાળક ત્યાં બેસીને પોતાના જૂતાની દોરી બાંધવા લાગે છે. દરમિયાન કાર ચાલી પડે છે.

ફૂટેજ પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, ડ્રાઈવરે લાપરવાહીથી ડ્રાઈવ કર્યુ અને સામે બેસેલા બાળકને ઈગ્નોર કરે છે. પરંતુ બાળક સમજદાર હોય તેમ જણાઈ રહ્યું છે. કારથી બચવા માટે તે તરત આડો સુઈ જાય છે, અને કાર તેની ઉપરથી પસાર થઈ જાય છે. કાર આગળ વધે છે પછી તે ઉભો થઈને ભાગવા લાગે છે. તે ઘરે નથી જતો પરંતુ બાળકો સાથે રમવામાં લાગી જાય છે.

(6:05 pm IST)