Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હવે અદાલતી કાર્યવાહીનું લાઇવ પ્રસારણ થઇ શકશે

સુપ્રિમ કોર્ટે આપી મંજુરી : શરૂઆત સુપ્રિમ કોર્ટથી જ થશે : આ પગલાથી કોર્ટ કાર્યવાહીમાં પારદર્શિતા આવશે : કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણથી 'જનતાનો જાણવાનો અધિકાર પૂરો થશે' : જ્યુડીશ્યલ સિસ્ટમમાં જવાબદારી આવશે

નવી દિલ્હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટે મહત્વની કોર્ટની કાર્યવાહીના લાઇવ પ્રસારણની મંજૂરી આપી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પીઠે આ આદેશ આપતાં કહ્યું કે આ પ્રક્રિયાની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થશે. કોર્ટે કહ્યું કે લાઇવ પ્રસારણના આદેશથી કોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા આવશે અને આ લોકહિતમાં હશે.ઙ્ગ

ઉચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, 'એને સુપ્રીમ કોર્ટથી શરૂ કરવામાં આવશે પરંતુ એના માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવશે. લાઇવ પ્રસારણથી જૂડિશલ સિસ્ટમમાં જવાબદારી આવશે.' જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ મામલાની સુનાવણીના વીડિયો રેકોર્ડિંગ અને એના સીધા પ્રસારણને લઇને કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચીફ જસ્ટિસ દ્વારા સંવૈધાનિક મામલાની સુનાવણીના વીડિયો રેકોર્ડિંગ અને લાઇવ પ્રસારણ ટ્રાયલ બેસિસ પર કરી શકાય છે. કેન્દ્રએ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયાની લાઇવ સ્ટ્રીમિંગ અને વીડિયો રેકોર્ડિગ માટે પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવી શકે છે.ઙ્ગ

કેન્દ્ર તરફથી અટોની જનરલ વેણુગોપાલે ઉચ્ચ કોર્ટમાં કહ્યું હતું કે આગળ જઇને પાયલોટ પ્રોજેકટની કાર્ય પદ્ઘતિનું વિશ્લેષણ કરવામાં આવશે અને એનાથી વધારે પ્રભાવી બનાવવામાં આવશે. એમને કહ્યું કે લાઇવ પ્રસારણને એક પ્રયોગ રીતે પહેલા એક થી ૩ મહિના માટે શરૂ કરવામાં આવી શકે છ, જેનાથી એવું સમજી શકાય કે ટેકનીક તરીકે આ તેવી રીતે કામ કરે છે.ઙ્ગ

કોર્ટે એવું પણ કહ્યું હતું કે સુનાવણીનું સીધું પ્રસારણ થવાથી પક્ષકાર એવું જાણી શકશે કે એમનો વકીલ કોર્ટમાં કેવી રીતે પક્ષ રાખી રહ્યા છે.

ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડિવાઇ ચંદ્રચુડની આ બેંચે વરિષ્ઠ વકિલ ઇન્દીરા જયસિંહ સહિત દરેક પક્ષોને એટોર્ની જનરલના આ પ્રસ્તાવ પર પોતાનું મંતવ્ય આપવાનું કહેવામાં આવ્યું છે.

(4:33 pm IST)