Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પશ્ચિમ બંગાળ બંધ હિસાત્મક થતાં બસ ડ્રાઈવરોએ પણ પહેરી લીધા હેલ્મેટ

કોલકતા :ભાજપે પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધનું એલાન કર્યું. બંધને પગલે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. 4000 જેટલા પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા. 427 સૈન્ય દળ અને સ્પેશિયલ કન્ટ્રોલ રૂમની પણ રચના કરવામાં આવી છે, આ તમામ વ્યવસ્થા છતાં બંધે હિંસાત્મક સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારે બસના ડ્રાઈવરોએ સુરક્ષા માટે હેલ્મેટ પહેરી લીધા છે.

(12:59 pm IST)