Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દુર્ભાગ્યપૂર્ણ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે જ કોર્ટના નિર્ણયની અવમાનના કરે છે;સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સીલિંગ તોડ્યા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી :દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને સીલિંગ તોડવાના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી  મામલે સુપ્રીમ કોર્ટે મનોજ તિવારીને ફટકાર લગાવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મનોજ તિવારીની વાતચીતનું રેકોર્ડિંગ પણ સાંભળ્યું હતું  મામલે વધુ સુનાવણી ત્રીજી ઓક્ટોબરે થશે.

  સુપ્રીમ કોર્ટે મનોજ તિવારીને લેખિતમાં સોગંદનામુ રજુ કરવા કહ્યું છે. કોર્ટે તિવારીને 25 સપ્ટેમ્બરે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. પીઠે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે ચૂંટાયેલા પ્રતિનિદિ કોર્ટના નિર્ણયની અવમાનના કરે છે. સીલિંગ તોડ્યા બાદ મનોજ તિવારીની મુશ્કેલીઓ વધી છે. કોર્ટની નોટિસ પહેલા તેની સામે એફઆઈઆર પણ થઈ ચૂકી છે.

(12:00 am IST)