Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ભાજપે કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપીને આપ્યો મોટો ઝટકો : પીડીપી ના દિગ્ગજ નેતા હાજી અનાયત અલી સહિત અનેક નેતાઓ એ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું : લદ્દાખમાં પણ પીડીપીનાં અનેક નેતાઓએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

નવી દિલ્હી : કોંગ્રેસ સહિત અનેક મોટી પાર્ટીઓને ઝાટકા દીધા બાદ હવે ભાજપે કાશ્મીરમાં મહેબુબા મુફ્તી પાર્ટી પીડીપીને મોટો ઝટકો આપ્યો છે. તેના અનેક મોટા નેતા ભાજપમાં જોડાઇ ગયા છે. સોમવારે દિલ્હીમાં પીડીપી ના દિગ્ગજ નેતા હાજી અનાયત અલી એ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર રહ્યા હતા.

નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લદ્દાખમાં સ્થાનિક સાંસદ જમ્યાંગ નામગ્યાલની હાજરીમાં અનેક નેતાઓ ભાજપમાં જોડાયા હતા. મહેબુબા મુફ્તીએ પીડીપી (જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)નાં નેતા તથા જમ્મુ અને કાશ્મીર વિધાન પરિષદનાં અધ્યક્ષ હાજી અનાયત અલી જોડાતા, તેમનો વિરોધ કરતા કહ્યું હતું કે તેઓ પછી પીડીપી પાર્ટી જોઇન કરશે. તેમની પાસે અમારી પાસે પાછા આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નહી હોય.

લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં સભ્ય કારગિલ નિવાસી મોહમ્મદ અલી ચંદન અને કારગિલ નાગરપાલિકા સમિતીના પ્રમુખ  જહીર હુસૈન બાબર ભાજપમાં જોડાયા. પીડીપીના કારગિલનાં નેતા કાચો ગુલઝાર હુસૈન, અસદુલ્લાહ મુંશી, ઇબ્રાહીમ અને તાશી ત્સેરિંગે પણ ભાજપ જોઇન કરી.

એક સેવાનિવૃત ટોપ પોલીસ અધિકારી પણ સામાજિક કાર્યકર્તાઓ સાથે લેહ ક્ષેત્રમાં ભાજપમાં જોડાયા. થોડા દિવસો પહેલા જ અનુચ્છેદ 370ને રદ્દ કરીને જમ્મુ અને કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લઇ લેવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું.

(12:37 am IST)