Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવુ કાવત્રુ રચી રહ્યાના ઈનપુટ મળતા દેશનાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે કોઈ આતંકીની તાકાત નથી કે એક તણખલું પણ સમુદ્ર માર્ગે ભારતમાં ઘુસાડી શકે

નવી દિલ્હી : IB ને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવું કાવત્રું રચી રહ્યા ના ઈનપુટ મળ્યા છે. આશંકા છે કે જૈશ પોતાનાં આતંકવાદીઓને સમુદ્ર દ્વારા ભારત પર મોટા હુમલાની ફિરાકમાં છે. જો કે દેશનાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, નેવી દરેક પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે, અમે એલર્ટ પર છીએ અને એવા કોઇ પણ મંસુબાઓને પાર નહી થવા દઇએ.

એડમિરલ સિંહે કહ્યું કે, જૈશ એ મોહમ્મદ પોતાનાં આતંકવાદીઓને સમુદ્રી માર્ગ દ્વારા ઘુસવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. આતંકવાદીઓ પાણીથી હુમલો કરવાની ફિરાકમાં છે. અમારી તેના પર કડક નજર છે. હમે સતર્ક છે. તેમનાં નાપાક મનસુબાઓને અમે સફળ પણ નહી થવા દઇએ.

સિંહે કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની નેવી પણ છે, પરંતુ અમે સતર્ક છીએ. તેમણે કહ્યું કે, 26/11ની ઘટના બાદ ભારતીય નૌસેનાએ સમુદ્રની સુરક્ષા વધારી દીધી છે. મહારાષ્ટ્રનાં પુણે સાવિત્રીબાઇ યુનિવર્સિટી દ્વારા આયોજીત જનરલ બીસી જોશી મેમોરિયલ લેક્ચર કાર્યક્રમ માટે નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ આવ્યા હતા. તેમણે પોતાનાં લેક્ચરમાં સમુદ્રી સુરક્ષા અને તેના પડકારો અંગે ચર્ચા કરી.

નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓને શ્રીલંકા માર્ગથી તમિલનાડુમાં 6 શંકાસ્પદ લોકો દેશમાં ઘુસ્યા હોવાની માહિતી મળી હતી. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પુછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત સમગ્ર દેશનાં સમુદ્રી સિમાડા પર નેવી મજબુત સુરક્ષા કરી રહી છે. કોઇ પણ પ્રકારે દુશ્મનો જળમાર્ગથી નહી ઘુસી શકે.

(12:22 am IST)