Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અસલ રંગમાં આવ્યું નાપાક પાક. : ઇમરાનખાને પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી : કહ્યું કાશ્મીર મુદ્દે કોઇપણ હદે જઇ શકે છે પાકિસ્તાન

વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પેટમાં તેલ રેડાયું : સમગ્ર વિશ્વમાંથી જાકારો મળ્યા બાદ ભુરાયું થયું પાકિસ્તાન : ફરી કાશ્મીર રાગ આલાપ્યો

રાજકોટ : કાશ્મીર મુદ્દે કોઇપણ હદે જઇ શકે છે પાકિસ્તાન. પાકનાં વડાપ્રધાન ઇમરાન ખાને પરમાણુ યુદ્ધની પોકળ ધમકી આપીને કહ્યું બાલાકોટ જેવો હુમલો હવે નહીં થઇ શકે. પરમાણુ યુદ્ધ થશે તો કોઇ નહીં બચે. કાશ્મીર માટે વાતચીત જરૃરી હોવાનો રાગ આલાપ્યો.

G-7 શિખર સમ્મેલન ઉપરાંત એક બેઠકમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારતે અમને દેવાળીયું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ ઇમરાન ખાને એકવાર ફરીથી કાશ્મીર રાગ છેડ્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર અંગે હવે નિર્ણાયક સમય પાકી ચુક્યો છે. કાશ્મીર અંગે ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતે ઘણી મોટી ભુલ કરી છે. ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવાની તક શોધતું રહે છે.

જમ્મુ અને કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરવાનાં ભારત સરકારનાં નિર્ણયથી પરેશાન પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાકિસ્તાનને દરેક સ્થળે ભોંઠુ પડવું પડ્યું હતું. હાલમાં જ યુનાઇટેડ નેશનમાં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે મોટો ઝટકો લાગ્યો હતો.  બીજી તરફ જી-7 શીખર સમ્મેલન ઉપરાંત એક બેઠકમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જમ્મુ કાશ્મીર મુદ્દે સ્પષ્ટ સંદેશ આપી દીધો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કોઇ પણ દેશનાં મુદ્દે દખલ નથી આપતા, એટલા માટે અમે પોતાનાં આંતરિક મુદ્દાઓમાં કોઇને દખલ નહી કરવાનું કષ્ટ નહી આપીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આ નિવેદનની મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરીથી કાશ્મીર રાગ આલાપવા જઇ રહ્યા છે. ઇમરાન ખાન સોમવારે વડાપ્રધાન મોદી અને અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની જી7 શીખર સમ્મેલન ઉપરાંત યોજાયેલી બેઠક બાદ સાંજે 05.30 મિનિટે પાકિસ્તાનને સંબોધિત કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ફીરદોસ આશિક અવાને ટ્વીટ કરીને કહ્યું કે, વજીરે આઝમ આજે સાંજે પાંચ વાગ્યે નાગરિકો સાથે ચર્ચા કરશે.

(7:59 pm IST)